અમદાવાદ: મહાઠગ કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચી હતી. પૂર્વ પ્રધાનના ભાઈનો શીલજનો 15 કરોડનો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કરનારા કિરણ પટેલ અને તેની પત્ની માલિનીએ નકલી ડોક્યુમેન્ટ્સ ઊભા કર્યા હતા. એમાં ક્રાઇમ બ્રાન્ચે અગાઉ માલિનીની ધરપકડ કરી હતી. જ્યારે કિરણ પટેલને જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ લવાયો હતો. હવે ક્રાઈમ બ્રાન્ચ ઠગ કિરણ પટેલને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગશે. 22 માર્ચ 2023ના રોજ ફરિયાદી જગદીશ ચાવડાએ આપેલી છેતરપિંડીની ફરિયાદમાં હાલ કિરણની ધરપકડ કરાઈ છે.
સિંહની જેમ ફરનાર હવે બની ગયો બિલાડી:કિરણ પટેલ એક બે વાર નહિ પણ ચારેક વાર કશ્મીર જઈ ચુક્યો હોવાનું સામે આવતા તેની સાથે અન્ય કોણ કોણ હતું તેની તપાસ કરાશે. કિરણ પટેલ PMO ના અધિકારી તરીકે ઓળખ આપતો હોવાના મામલે અન્ય કોઈ અરજી કે ફરિયાદ આવશે તો તે પણ લઈ હવે કાર્યવાહી કરાશે. સાથે જ કિરણ પટેલના સોશિયલ મીડિયાથી લઈ એની ડિગ્રીથી લઈ એની પ્રોપર્ટી તમામની તપાસ કરાશે. કિરણ તેના નામની આગળ ડોક્ટર પણ લખાવતો હતો, તે બાબતે તપાસ કરતા એ કોમ્પ્યુટર એન્જિનિયર હોવાનું જણાવી તે એક એડ કંપનીમાં પણ કામ કરતો હોવાનું જણાવતા તેની પણ તપાસ કરાશે. જો તેની કોઈ ડિગ્રી ખોટી હશે તો એના વિરૂદ્ધ અલગથી ગુના દાખલ કરવામાં આવશે.
આ પણ વાંચોFake PMO Kiran Patel Case: પાંચ મોટા ગુના અંતર્ગત કિરણ પટેલની થશે તપાસ