અમદાવાદ : જમ્મુ કાશ્મીરમાં પીએમઓ કાર્યાલયના એડિશનલ ડાયરેક્ટર તરીકે ઓળખ આપીને મહેમાનગતિ માણનાર અને મોટા અધિકારીઓ સાથે બેઠકો કરનાર મહાઠગ કિરણ પટેલની મુશ્કેલીમાં વધુ એક વધારો થઈ રહ્યો છે. કિરણ પટેલ સામે પહેલેથી જ ઘણા બધા કેસો અંગેની તપાસ ચાલી રહી છે, ત્યારે વધુ એક કેસ અંગે તેમની સામે છેતરપિંડી કરવાની ફરિયાદ દાખલ થતા કોર્ટે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહાઠગ કિરણ પટેલના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં બિલ્ડર સાથે છેતરપિંડી કરવાના કેસમાં કિરણ પટેલના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.
રુપિયાનું શું કર્યું તેની તપાસ થશે આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચના વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ મહાઠગ કિરણ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી કિરણ પટેલ સામે રોજ નવી નવી ફરિયાદો દાખલ થઈ રહી છે. આરોપી એક બિલ્ડર સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચર્યા હોવાની વિગતો સામે આવી છે. જેમાં તેમની તપાસ કરવા માટે તેમના રિમાન્ડ માંગવામાં આવી રહ્યા છે. કેવા પ્રકારની ગુના કર્યા છે તેમજ તે રૂપિયાનું શું કર્યું છે તેમજ કેટલા રૂપિયાની સડોગણી થઈ છે તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તેમના રિમાન્ડ માંગવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો Ahmedabad Crime : જમીન વેચવાનું કહીને 80 લાખ લઈને ઠગાઈ આચરી, કિરણ પટેલ સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ
બચાલ પક્ષની દલીલ જોકે બચાવ પક્ષના વગેરે નિસાર વૈદ્યએ કોર્ટ સમક્ષ દલીલ કરતાં જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોઈને કોઈ પ્રકારની ફરિયાદો દાખલ કરીને તેમના અસીલના વધુને વધુ રિમાન્ડ માંગવામાં આવી રહ્યા છે. જેવી રીતે ગત સુનાવણી દરમિયાન જણાવ્યું હતું, તેવી જ રીતે રિમાન્ડ માંગવા માટે કોઈ જ એવું સચોટ કારણ નથી. તેમ છતાં પણ તેમના રિમાન્ડ માંગવામાં આવી રહ્યા છે તે ખોટું છે. જોકે મેટ્રો કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળીને નકલી પીએમઓ અધિકારી કિરણ પટેલ દ્વારા બિલ્ડરની છેતરપિંડીના કેસમાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ પણ વાંચો Conman Kiran Patel case: મહાઠગ કિરણ પટેલના નિવાસસ્થાને ક્રાઈમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન, મહાઠગના દસ્તાવેજ અને બેન્ક વિગતો અંગે તપાસ
શું છે કેસ : અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં રહેતા અને કન્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા ઉપેન્દ્રસિંહ ચાવડાએ છેતરપિંડીની ફરિયાદ કિરણ પટેલ સામે નોંધાવી છે. ઉપેન્દ્રસિંહ ચાવડાએ કિરણ પટેલની નારોલ ખાતેની બિનખેતી જમીન 80 લાખ રૂપિયામાં નક્કી કરીને કિરણ પટેલને છૂટક છૂટક કુલ 55 લાખ રૂપિયા તેમણે કિરણ પટેલને આપ્યા હતાં. છ મહિના બાદ પણ તેમની જમીનનું ટાઇટલ ક્લિયર ન થતા તેમણે અનેકવાર કિરણ પટેલનો અને તેની પત્ની માલિની પટેલનો સંપર્ક કર્યો પરંતુ કોઈ જવાબ આપ્યો ન હતો. અંતે કિરણ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવતા વધુ એક છેતરપિંડીનો ગુનો કિરણ પટેલ સામે દાખલ થયો છે.