● અમદાવાદ RTO દ્વારા ઝડપાઇ નકલી લીમોઝિન કાર
● અમદાવાદના સાણંદથી ઝડપાઇ કાર
● કારની કિંમત 20 લાખ રૂપિયા
સાણંદઃ અમદાવાદ RTO દ્વારા સાણંદના ચલાણાં ગામેથી નકલી લિમોઝીન કાર ઝડપી લેવામાં આવી છે. આ ગાડીના માલિક પાસે આવી બે કાર છે. જેમાંથી એકને આરટીઓ અધિકારી દ્વારા ઝડપી લેવામાં આવી છે.
સાણંદમાંથી નકલી લીમોઝિન કાર ઝડપાઇ ● ટાટા સુમોને મોડીફાઈ કરાઈઆ કાર ખરેખર તો ટાટા સુમો છે, જેને મોડીફાઈ કરીને લિમોઝીનમાં ફેરવવામાં આવી છે. સામાન્ય રીતે લગ્નમાં આ ગાડી ભાડે આપવામાં આવતી હતી, જેનું દિવસનું ભાડું 40 હજાર જેટલુ વસૂલ કરવામાં આવતું હતું. આ કારની કુલ કિંમત 20 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. કારની અંદર ટેલિવિઝન સહિત લક્ઝુરિયસ ઇન્ટિરિયર આવેલું છે. કારની અંદર ટેલિવિઝન સહિત લક્ઝુરિયસ ઇન્ટિરિયર આવેલું છે ● ગાડીમાં છ વ્યક્તિઓ બેસી શકે તેવી વ્યવસ્થાઆ ગાડીમાં છ વ્યક્તિઓ બેસી શકે એવી વ્યવસ્થા છે. સાથે-સાથે અંદર ડ્રિન્ક કરવાની પણ વ્યવસ્થા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. આરટીઓના કાયદા પ્રમાણે ગાડીઓને મોડીફાઇ કરવાની પરમિશન નથી. આ ગાડી પંજાબ પસિંગની છે. તેમાં આરટીઓ સર્ટિફાઇડ નંબર પ્લેટ લગાવવામાં આવી નથી. ગાડીનો માલિક નડિયાદનું હોવાનું જાણવા મળ્યું છે અને 2015થી ગાડી ગુજરાતમાં ફરી રહી છે. કારની અંદર ટેલિવિઝન સહિત લક્ઝુરિયસ ઇન્ટિરિયર આવેલું છે ● ગાડીના કોઈપણ પુરાવા નહીંઉલ્લેખનીય છે કે, આરટીઓ દ્વારા લોકોને પોતાની ગાડી મોડીફાઇ ન કરવા વારંવાર કહેવામાં આવે છે. જ્યારે આ મોડીફાઇ કરેલી કાર જપ્ત થઇ છે. ત્યારે તેના ચાલક પાસેથી કોઇપણ પ્રકારનું આરટીઓ રજિસ્ટ્રેશન ,પીયૂસી કે પોલિસી પણ મળી નહોતી. અમદાવાદ RTO દ્વારા સાણંદમાંથી નકલી લીમોઝિન કાર ઝડપાઇ