ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના લાંભા વિસ્તારમાંથી બોગસ ડૉકટર ઝડપાયો

અમદાવાદના લાંભામાં બોગસ ડૉક્ટર ઝડપાયો છે. આ ડૉક્ટર 'રોગો કે દુશ્મન'નામનું કિલનિક ચલાવતો હતો. સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ ક્લિનિક પર ત્રાટકી હતી. તપાસ દરમિયાન ડૉક્ટર પાસે ગુજરાતની કોઈ ડિગ્રી ન હોવાથી ક્લિનિકને સીલ કરવામાં આવી છે.

ahmedabad
અમદાવાદ

By

Published : Feb 3, 2020, 11:07 PM IST

અમદાવાદ: શહેરના લાંભામાં શિવકુમાર પ્રસાદ નામનો શખ્સ એલોપેથીની સારવાર કરતો હતો. ડૉક્ટર પાસેથી ઈન્જેક્ટેબલ મટિરિયલ અને દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ડૉક્ટર સ્થાનિક લોકોને બિમારીના સમયે દવાઓ આપવા સુધી જ નહીં, પરંતુ ઈન્જેક્શન આપવા, બોટલ ચડાવવી તેમજ ટાંકા લઈને પણ સારવાર કરી આપતો હતો. કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા પ્રમાણે ક્લિનિકમાં બાયો મેડિકલ વેસ્ટની પણ કોઈ વ્યવસ્થા નહોતી.

અમદાવાદના લાંભા વિસ્તારમાંથી બોગસ ડૉકટર ઝડપાયો

ડૉક્ટરનો દાવો છે કે, તેની પાસે બિહારની ડિગ્રી છે. તેણે આયુર્વેદિક મેડિલક કાઉન્સિલ ઓફ પટનાની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. જેમાં લખ્યું છે કે, તે ભારતમાં ગમે ત્યાં પ્રેક્ટિસ કરી શકે છે. જો કે, પોતેએ પણ સ્વીકારી રહ્યો છે કે, ગુજરાતમાં પ્રેક્ટિસ માટે 2 વખત મંજૂરી માગી હતી, પરંતુ હજૂ સુધી મંજૂરી મળી નથી અને ત્રીજી વખત અરજી કરેલી છે.

ABOUT THE AUTHOR

...view details