અમદાવાદઅમદાવાદના ખાડિયા વિસ્તારમાં 70 વર્ષીય વૃદ્ધ સાથે પોલીસની ઓળખ આપી લૂંટ કરનાર શખ્સની ધરપકડ (Fake cop Turned Cheater Cought by Ahmedabad Police )કરાઈ છે. ઘટનાની વાત કરીએ તો ચાંદખેડામાં રહેતા હેમંતભાઈ પ્રપન્ના પોતાના મિત્રને મળવા માટે 9 ડિસેમ્બરના રોજ આણંદ ગયા હતાં. ત્યાંથી 10 ડિસેમ્બરે પરત અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા અને ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પરથી ઉતરીને આસ્ટોડિયા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે જઈને બસની રાહ જોઈ રહ્યા હતાં. તે સમયે સાંજના છ વાગે આસપાસ બે અજાણ્યા ઇસમો તેઓની પાસે આવ્યા હતા અને ડરાવી ધમકાવીને પોતે પોલીસવાળા છે તેવી ઓળખ આપીને વૃદ્ધ છોકરીઓની છેડતી કરે છે અને પોલીસ સ્ટેશને સાહેબ બોલાવે છે તેવું કહીને બાઈક ઉપર બેસાડી લઈ ગયા હતાં. તેમને ATM રૂમમાં (ATM CCTV footage in Key roll ) જઈને તેઓના ખાતામાંથી 10,000 રૂપિયા કઢાવી ફરાર થઇ ગયા હતાં. જે ગુનામાં પોલીસે વટવાના અયુબશા દીવાન નામના શખ્સની ધરપકડ કરી છે.
આ પણ વાંચો પોલીસ બનીને રોફ જમાવવાનો શોખ પડ્યો મોંઘો
એટીએમ રૂમના સીસીટીવી ફૂટેજ કામે લાગ્યાંખાડિયા પોલીસે (Ahmedabad Police )આ ઘટના સંદર્ભે લૂંટનો ગુનો દાખલ કરી ગુનામાં સામેલ આરોપીઓને પકડવા (Fake cop Turned Cheater Cought by Ahmedabad Police )માટે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી જેમાં વૃદ્ધને જે એટીએમ મશીન(ATM CCTV )માંથી પૈસા કઢાવવા માટે આરોપી લઈ ગયા હતાં, તે એટીએમ રૂમના સીસીટીવી ફૂટેજ (ATM CCTV footage in Key roll ) સહિતની વિગતો મેળવી ગુનામાં સામેલ બંને શખ્સોને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી હતી.