અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા બે વ્યક્તિને અદાલતની અવમાનના બદલ તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે.આ સાથે જ તેમને એક લાખ રૂપિયા નો દંડ અને આખો દિવસ કોર્ટમાં ઊભા રહેવાની સજા ફટકારી હતી. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે બંને દોષિતોને સાંજે 5:00 વાગ્યા સુધી કોર્ટમાં ઊભા રહેવાની સજા ફટકારવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો :આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો આ કેસ 2020 નો છે. વિજય શાહે આગોતરા જામીન માટે થઈને ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારે આ સમગ્ર કેસ હાલના સુપ્રીમ કોર્ટના જજ બેલા ત્રિવેદી પાસે ચાલતો હતો. જસ્ટિસ બેલા ત્રિવેદી આ જામીન અરજી પર સુનાવણી કરવાના હોવાથી વિજય સાહેબ એક અન્ય વ્યક્તિ પાસે કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલ હોવાનું દાવો આપતો ફોન કરાવ્યો હતો. અને વિજય શાહની આગોતરા જામીન નામંજુર કરવા કહ્યું હતું.
વિજય શાહે કોર્ટમાં દલીલ કરી હતી :વિજય શાહ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલનું નામ લેવાનું કારણ માત્ર એટલું જ હતું કે, જામીન અરજીની સુનાવણી દરમિયાન વિજય શાહે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે, કોંગ્રેસના ધારાસભ્ય તેમની ધરપકડ કરવા માંગે છે. તેથી જો ધારાસભ્યના નામ પર જો ફોન કરવામાં આવશે અને એ જજને એવું કહેશે કે, આરોપીના જામીન નામંજૂર કરવામાં આવે તો કોર્ટમાં કરેલી તેમની દલીલને ધ્યાનમાં રાખીને જસ્ટિસ તેમને જામીન આપશે. જોકે આ સમગ્ર મામલે તપાસ દરમિયાન પાછળથી બહાર આવ્યું હતું કે વિજય શાહ અને ફોન કરનાર વ્યક્તિ અલ્પેશ પટેલ દ્વારા આ એક પૂર્વ આયોજિત કાવતરું હતું. જેથી બંને વ્યક્તિઓના આ કૃત્ય બદલ તેમની સામે સુઓમોટો દાખલ કરવામાં આવી હતી.