અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના પતિ અને તેની પ્રેમિકા સામે ફરિયાદ (Extramarital Relationship Case )નોંધાવી છે. આરોપી પતિને ઘણા સમયથી એક સ્ત્રી સાથે આડા સંબંધો હતા. જેની શંકા તેની પત્નીને ગઇ હતી અને તે બાબતે વાતો પણ કરી હતી. જો કે ઘરમાં નણંદનો લગ્ન પ્રસંગ હોવાથી પરિણીતા ખાસ ધ્યાન આપી શકી નહોતી. તે દરમિયાન જ પતિએ તેની પત્નીને પ્રેમિકા સાથે મળાવી હતી અને તેના મિત્રની બહેન હોવાની ઓળખ આપી હતી. જો કે અવાર નવાર પરિણીતાનો પતિ થોડા દિવસ પ્રેમિકા સાથે રહેવા જતો રહેતો અને પૈસા પતે એટલે ઘરે (Ahmedabad Police in Fraud to wife by Husband ) પરત આવી જતો હતો.
આ પણ વાંચો પૂર્વ પત્નીને HIV બ્લડ ઇન્જેક્શન મારી મોતને ઘાટ ઉતારવાની આશંકા
ષડયંત્ર રચાયું આમ ને આમ ચાલતું હોવાથી એક દિવસ પતિએ પણ કાચિંડાની જેમ રંગ બદલ્યો અને તે કાયમ માટે પરત આવી ગયો હોવાનું કહી ફરીથી લગ્નજીવન શરૂ કરવાનું કહી ફરવા જવાનું પત્ની સાથે નક્કી કરી બેઠો હતો. ફરવા જવા માટે પૈસા અને દાગીના સાથે રાખજે તેમ પત્નીને કહીને પતિ પાંચેક લાખ રોકડા અને અઢી લાખના દાગીના ચોરી કરી પત્ની સાથે વિશ્વાસઘાત (Betrayal with wife )કરી પ્રેમિકા સાથે ફરાર થઇ જતા પોલીસે (Ahmedabad Police ) આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો બસ કંડકટર પત્નીની પોલીસ કર્મચારીએ બસમાં કરી હત્યા
પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોશહેરના સોલા વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતી તેના પતિ સસરા સાસુ અને નણંદ સાથે રહે છે. આ યુવતીના લગ્ન વર્ષ 2015માં થયા હતા અને હાલ તેને દીકરી પણ છે. ગત મે મહિનામાં આ પરિણીતાના ઘરે તેની નણંદના લગ્ન હોવાથી લગ્ન પ્રસંગમાં તેના પતિના મિત્રો પણ આવ્યા હતા. પતિના મિત્રો પૈકી તેમના ખાસ મિત્ર તરીકે એક વ્યક્તિની સાથે તેઓએ મુલાકાત કરાવી હતી. સાથે જ અન્ય એક યુવતી સાથે પણ મુલાકાત કરાવી હતી જે તેના મિત્રની બહેન હોવાની ઓળખ પતિએ આપી હતી. પરિણીતા આમ તો પતિના તમામ મિત્રોને સારી રીતે ઓળખતી હતી પરંતુ આ ત્રણ લોકોને તે પહેલી વખત મળી હતી અને તેના પતિએ પણ તેઓને ખાસ મિત્રો હોવાની ઓળખ (Fraud to wife by Husband )આપી હતી. જેથી યુવતીને થોડી શંકા ગઈ હતી કારણ કે જે યુવતી સાથે મિત્રતા કરાવી તેનો ભાઈ કે જે પતિનો મિત્ર થાય છે તે બંનેની અટક અલગ હતી. જેથી તેના પતિની આ પરિણીતાએ પૂછપરછ કરી હતી. પરંતુ ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી વિશેષ ચર્ચા તેને તેના પતિ સાથે કરી નહોતી. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ પરિણીતા એ instagram આઈડીમાં તેના પતિ સાથે આ યુવતીની એક ગાડીમાં બેસીને જતા હોય તેવી રીલ જોયેલી હતી. જેથી યુવતીને કંઈક અજુગતુ લાગ્યું હતું. જે બાબતે પરિણીતાએ તેના પતિ સાથે ચર્ચા કરતા પરિણીતાના પતિએ તેની માત્ર મિત્ર હોવાનું જણાવી બીજું કંઈ નથી તેમ કહી સાંત્વના આપી હતી. પરંતુ પરિણીતાને આ વાતની ખાતરી ન આવતા instagram આઈડી પર તે યુવતી સાથે તેણે વાતચીત કરી હતી.છ
છેવટે પોત પ્રકાશ્યુંબાદમાં પરિણીતા એ 'મારા પતિ સાથેના તારા સંબંધો જે કાંઈ હોય એ બંધ કરી દેજે તે મેરીડ છે અને એક છોકરીનો બાપ છે' તેવો મેસેજ કર્યો હતો. ત્યારે તે યુવતીએ ખાલી મિત્ર હોવાનું જણાવ્યું હતું. પરિણીતાના પતિએ જે મિત્રની બહેન હોવાનું કહ્યું હતું તે મિત્ર સાથે વાત કરી હતી અને તમારી બહેનને સમજાવી દો અને મારા પતિને છોડી દેવાનું કહો તેવી વાત કરી હતી. ત્યારે તે મિત્રએ હવે તે સંપર્ક નહીં રાખે તેવી ખાતરી આપી હતી. પરંતુ થોડા સમય બાદ યુવતીનો પતિ માઉન્ટ આબુ મિત્રો સાથે ફરવા જવાનું કહીને તેને લઈ ગયો હતો અને આવી ગયો હતો. જેના અઠવાડિયા બાદ તેનો પતિ ટેન્શનમાં દેખાતો હોવાથી મુક્ત મને ચર્ચા કરવાનું પત્નીએ કહેતા તેના પતિએ યુવતી બાબતે વાત કરી હતી અને કહ્યું હતું કે તેણી હાથ ધોઈને પાછળ પડી ગઈ (Fraud to wife by Husband )છે અને સતત વાત કરવાનું કહે છે. જો વાત નહીં કરું તો આત્મહત્યા કરવાની અને દવાઓ ખાઈ લેવાની મરી જવાની ધમકી આપે છે. જેથી આ બાબતને લઈને પત્નીએ સાંત્વના આપી હતી. બાદમાં પરિણીતા એ તેના સસરાને સમગ્ર હકીકત જણાવતા તેમના દીકરાને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યારે ઝઘડો થતાં પરિણીતાનો પતિ હું હવે અહીંયા રહેવાનો નથી હું મારી પ્રેમિકા જોડે જ રહીશ તેમ કહી નીકળી ગયો હતો.
નાણાં પડાવવા કારસો બાદમાં પરિણીતાએ તેના ઘરમાં જોયું તો તેને લગ્ન સમયે પિયરમાંથી આપેલા સોનાના દાગીના જણાયા નહોતા. જેથી તે બાબતે તેણે તેના પતિને પૂછતા તેણે જણાવ્યું કે તેને હર્ષિતા નામની આ યુવતી સાથે ફરવા જવાનું હોવાથી પૈસાની જરૂર હોવાથી તે દાગીના વેચી નાખ્યા છે. બીજી વખત પરિણીતાનો પતિ કોઈને કહ્યા વગર જતો રહ્યો હતો અને અઠવાડિયું રોકાઈને પરત (Fraud to wife by Husband )આવી ગયો હતો. પાછો પરિણીતાનો પતિ મુંબઈ જતો રહ્યો હતો અને મહારાષ્ટ્ર શિરડી દર્શન કરવા ગયો હતો. બાદમાં પરિણીતાનો પતિ અને તેની પ્રેમિકાએ યુવતીના સસરાનો સંપર્ક કરી મળવા માટે ગયા હતા. ત્યારે આ યુવતીએ અને પરિણીતાના પતિએ પૈસાની માંગણી કરીને પૈસા આપશો તો જ ઘરે પાછો આવશે તેમ આ પ્રેમિકાએ કહેતા યુવતીના સસરાએ સ્પષ્ટ પૈસા આપવાની ના પાડી દીધી હતી. આમ અવારનવાર પરણીતાનો પતિ ઘરેથી રૂપિયા અને દાગીના લઈને તેની પ્રેમિકા પાસે જતો રહેતો હતો અને જ્યારે પૈસા પૂરા થઈ થઈ જાય ત્યારે તે પરત આવી જતો અને બીજી વખત આવું નહીં કરે તેમ કહી રહેવા લાગતો હતો.
5 લાખ અને દાગીના ચોરી લીધાંએક દિવસ યુવતીનો પતિ હું કાયમ માટે પાછો આવી ગયો છું અને ઘરનો લગ્ન પ્રસંગ પતે બાદમાં બહાર ફરવા જઈશું અને ફરીથી લગ્નજીવન શરૂ કરીશું તેમ કહી તેની પત્નીને વિશ્વાસમાં (Fraud to wife by Husband )લીધી હતી. ફરવા જવા માટે દાગીના અને રોકડા સાથે રાખવાનું કહી પત્નીને વિશ્વાસમાં લઈ પરિણીતાના પતિએ પ્રેમિકા સાથે મળી કાવતરું રચી વિશ્વાસઘાત કરી ઘરમાંથી પાંચેક લાખ રોકડા અને અઢી લાખ રૂપિયાના દાગીના ચોરી કરી પ્રેમિકા સાથે ભાગી ગયો હતો. આ મામલે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જીગ્નેશ અગ્રાવતે etv ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સમગ્ર બાબતને લઈને પરિણીતાએ તેના પતિ અને પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.