ગુજરાત

gujarat

ETV Bharat / state

વસ્ત્રાપુરમાં પતિ-પત્ની ઓર વોનો કિસ્સો,પત્નીએ પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ - ANAND MODI

અમદાવાદ: જજીસ બંગ્લોઝ વિસ્તારમાં પતિ-પત્ની ઓર વો નો કિસ્સો સામે આવ્યો છે. પતિ પત્નીને છોડી અઠવાડિયામાં પાંચ દિવસ અન્ય સ્ત્રી સાથે રહેવા લાગ્યો હતો. ધંધામાં પૈસાની જરૂર છે તેવું જૂઠું તેમજ ઘરમાં ચોરી કરી પૈસા લઈ પ્રેમિકાને આપતો હતો. પત્નીએ પતિ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફાઇલ ફોટો

By

Published : Mar 24, 2019, 11:38 AM IST

Updated : Mar 24, 2019, 11:49 AM IST

જજીસ બંગ્લોઝ રોડ પર આવેલા એક ફ્લેટમાં રહેતી યુવતીએ 2017માં અમદાવાદના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા દિવસ બાદ યુવકઅઠવાડિયામાં ફક્ત બે વખત જ એટલે કે શનિ રવિ જ ઘરે આવતો હતો. ધંધામાં વ્યસ્તહોવાનું કહી મહિનામાં બે વખત જ ઘરે આવતો હતો. પિતાનો દેહાંત થયુંછે તથા માતાને કેન્સર થયું છે તેવું લોકો પાસે જૂઠું બોલી રૂપિયા 68 લાખ લઈ લીધા હતા. તેના પિતાએ પૂછતાં છોકરી સાથે અફેર હતું એટલે તેને આપ્યા છે એમ કહ્યું હતું. એક વખત ઘરમાંથી માતાના દાગીના પણ ચોરી લીધા હતા.

પતિ પત્ની ઓર વો નો મામલો

આ યુવકે પત્નીનાદાગીના પણ ગીરવે મુક્યા હતા.આ બાબાતની જાણ તેની પત્નીને વર્ષ 2018માં નવરાત્રિ દરમિયાન થઇ હતી. જે બાદ તેનો પતિનજીવી બાબાત પર તેને ગાળાગાળી કરી માર મારતો હતો. જે બાદ પત્નીને જાણ થઇ કે તેનો પતિ કોઇ અન્ય યુવતી સાથે સંબધમાં છે. જે બાદ પત્નીએ તેના પતિ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Last Updated : Mar 24, 2019, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details