એસ ટી વિભાગ દ્વારા દિવાળી સમયે દિવાળીનો તહેવાર ઘરે કુટુંબીજનો સાથે મનાવવા માટે પરિવહન સેવા વધારવા ગત વર્ષે પણ દિવાળીના તહેવારો દરમિયાન સુરત ખાતેથી ૯૦૦ એકસ્ટ્રા બસનું આયોજન કરી ૧૦૪૮ ટ્રીપ થકી એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું. તે મુજબ આ વર્ષે પણ મુસાફરોને પોતાના વતનમાં જવા માટે સુરત ખાતેથી 1200 બસો થકી 15૦૦થી વધુ ટ્રીપનું સામાન્ય સંચાલન ઉપરાંત વધારાનું તહેવાર લક્ષી એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવશે. જેમાં મુખ્યત્વે સુરતથી સૌરાષ્ટ્ર, પંચમહાલ અને ઉત્તર ગુજરાતના વિવિધ સ્થળો માટે 22 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધીની મધ્યરાત્રીના 24:00 કલાક સુધી એકસ્ટ્રા બસોનું સંચાલન બસ સ્ટેશન સિવાય અન્ય જગ્યા લંબે હનુમાન રોડ વરાછા, સુરતથી કરવામાં આવશે.
મુસાફરો માટે આનંદના સમાચાર, દિવાળીમાં એસ ટી વિભાગ 1500 એકસ્ટ્રા બસ દોડાવશે - gsrtc live news today
અમદાવાદઃ રાજ્યમાં દિવાળી તહેવાર દરમિયાન મુસાફરોનો વધારે ધસારો જોવા મળે છે જેને ધ્યાનમાં લઇને રાજ્યના એસ ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 1500 બસ મુકવામાં આવી છે. જેથી વધારાના મુસાફરોના ધસારાને સરળતાથી પહોંચી શકાય સાથે જ લોકોને કોઈ અગવડતા ન પડે તે માટે પણ એસ ટી વિભાગ દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
એસ ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 1500 બસ
વધુમાં સુરત, ભરૂચ અને વલસાડ ખાતેથી મહારાષ્ટ્ર રાજયના લાંબા અંતરના વિવિધ રૂટોનું સંચાલન તથા અમદાવાદથી રાજસ્થાન રાજયના માઉન્ટ આબુ અને સુન્ધામાતા જેવા રૂટ ઉપર સામાન્ય સંચાલન ઉપરાંત વધારાનું તહેવાર લક્ષી સંચાલન હાથ ધરવામાં આવશે, નિગમના અન્ય વિભાગો દ્વારા પણ દાહોદ, ગોધરા, ઝાલોદ, અમદાવાદ, રાજકોટ, સુરત, ભુજ અને વડોદરા જેવા શહેરો માટે મુસાફરોના ધસારાને ધ્યાને લઈ વિવિધ રૂટ માટે ૩૦૦ વાહનો થકી એકસ્ટ્રા સંચાલન કરવામાં આવશે. જેનો સીધો લાભ મુસાફરો મેળવી શકશે.