- વિરમગામ, દેત્રોજ, સાણંદ, માંડલ, દસકોઈ, ધંધુકા, ધોળકા, બાવળા તાલુકાના તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા
- તલાટી મંડળના પ્રશ્નોને ધ્યાને લેવાયા હતા
- નિવૃત તલાટી, વડીલ તલાટીઓને ફુલહાર,સાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
અમદાવાદઃ માંડલ ખાતે પ્રથમવાર અમદાવાદ જિલ્લા તલાટી મંડળની કારોબારી સભા યોજાઈ હતી. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય અને માંડલ તાલુકા તલાટી મંડળના સભ્ય ગિરીશભાઈએ સ્વાગત પ્રવચન કર્યું હતું. અમદાવાદ તલાટી મંડળના પ્રમુખ અમૃતભાઈ મજેઠીયાનું સન્માન માંડલ તલાટી મંડળના પ્રમુખ લાલજીભાઈ ભરવાડે અને ઉપપ્રમુખ સહિતના મહાનુભાવોના સન્માન માંડલ તાલુકા તલાટી મહેશભાઈ પાવરા દ્વારા કરવામાં આવ્યું હતું. વિરમગામ, દેત્રોજ, સાણંદ, માંડલ, દસકોઈ, ધંધુકા, ધોળકા, બાવળા તાલુકાના તલાટી મંડળના પ્રમુખ-ઉપપ્રમુખ તમામ સભ્યો અને તલાટીઓ આ કારોબારી સભામાં ઉપસ્થિત રહ્યા હતા.
કારોબારી સભામાં તલાટી મંડળના પ્રશ્નો ધ્યાને લેવાયા
આ કારોબારી સભામાં હવેથી તલાટી પેઢીનામાં નહિ કરે તેવું કલેકટરને અલ્ટીમેટમ આપવામાં આવશે. પેઢીનામાં રેવન્યુ તલાટીને કરવા પડશે તેઓ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. તદુપરાંત જિલ્લા નિવૃત્ત તલાટીનું પેન્શન, અન્ય ભથા તલાટીઓની ભરતીઓ, તલાટીની સમસ્યા જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી.
અમદાવાદ જિલ્લા તલાટી મંડળની કારોબારી સભા માંડલ ખાતે યોજાઇ આ પણ વાંચોઃગીર-સોમનાથના કોરોના કામગીરીને લઇને વહીવટી તંત્રની બેઠક યોજાઇ તલાટીઓને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા
જિલ્લાના તમામ તલાટી મંડળના હોદ્દેદારો વડીલ તલાટીમાં બાબુદાન, દેવુજી, અમૃતભાઇ,વિરમગામના નિવૃત્ત તલાટી વિજયભાઈ રાવલ, દસકોઈના નિવૃત તલાટી સી.જે.ચાવડા સહિતના મહાનુભાવોને ફુલહાર, સાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદ જીલ્લા તલાટી મંડળની સભામાં મંડળના પ્રશ્નોને ધ્યાને લેવાયા હતા.
આ પણ વાંચોઃઅરવલ્લીઃ સ્થાનિક સ્વરાજ ચૂંટણીની કામગીરી અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ