- ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ બેઠકોનો દોર શરૂ
- છત્તીસગઢના ગૃહપ્રધાન તામ્રધ્વજ સાહુએ બે દિવસમાં મેળવ્યો સ્થિતિ અંગેનો તાગ
- ગુજરાત કોંગ્રેસ ડેમેજ કંટ્રોલને સુધારવાની પ્રાથમિકતા
અમદાવાદ : છત્તીસગઢના ગૃહપ્રધાન તામ્રધ્વજ સાહુને ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાઈકમાન્ડ દ્વારા ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા છે. જેને લઇને ગુજરાતની વર્તમાન સ્થિતિનો તાગ મેળવવા માટે થઈને ગૃહપ્રધાન બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમને સતત બે દિવસ સુધી ગુજરાતના સિનિયર નેતાઓ જિલ્લા પંચાયતના આગેવાનો જિલ્લાના પ્રમુખો સહિત કાર્યકર્તાઓ સાથે બેઠક અને ચર્ચા કરી હતી.
બેઠકમાં ક્યા મુદ્દાઓ પર છત્તીસગઢના ગૃહપ્રધાને આપ્યો ભાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને યોજાયેલી બેઠકમાં સાહુએ સ્થાનિક મુદ્દાઓને સૌથી વધારે ભાર આપ્યો હતો. આ સાથે ગુજરાતની વર્તમાન સ્થિતિમાં ઉઠેલા મુદ્દાઓ શિક્ષણમાં ફી વધારો, બેરોજગારી, મોંઘવારી, કોરોનામાં સરકારની નિષ્ફળતાઓ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તો બીજી તરફ નાગરિકોને કેવી રીતે તમામ સમસ્યાઓમાંથી ફાયદો થાય તે અંગે થઈને કાર્યકરો સાથે ચર્ચા કરી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ઓબ્ઝર્વર અને છત્તીસગઢના ગૃહપ્રધાન તામ્રધ્વજ સાહુ સાથે વાતચીત કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલ સર્જાય છે, તેને રોકવા ક્યા પ્રકારની રણનીતિ?
કોંગ્રેસમાં સતત નારાજગી અને કોંગ્રેસ છોડી અન્ય પક્ષમાં નેતાઓ અને કાર્યકરો જઈ રહ્યા છે. જે અંગે થઈ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલને રોકવા માટે થઈ સતત કાર્યશીલ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારને ટિકિટ ફાળવણી કર્યા બાદ કોઈ નારાજગી પક્ષમાં ન સર્જાય તેની પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ઉમેદવાર જીત્યા બાદ તેમને સાથે વફાદારી પત્ર એટલે કે, પક્ષ દ્વારા એક એફિડેવિટ બનાવવામાં આવશે. જેમાં બે સિનિયર નેતાઓની સહી લેવામાં આવશે. જેમાં પક્ષ છોડી અન્ય પક્ષમાં ન જવાનું હોય તો જ ટિકિટ મળશે, તેવું વચન સાથે જ ટિકિટ આપવાનું કોંગ્રેસનું પ્રથમ આયોજન હાલના તબક્કામાં રહેલું છે, પરંતુ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના કેટલાક નેતાઓ પક્ષ છોડી AIMIM એટલે ઓવૈસીની પાર્ટીમાં જોડાઈ શકે છે. તેવા સંકેત જોવા મળી રહ્યા છે. જેમાં ઓવૈસી ગુજરાતના પ્રવાસે આવે ત્યારબાદ જ ખબર પડી શકે છે, પરંતુ કોંગ્રેસના ગઠમાં ગાબડું પડે તો નવાઈ નહીં તેવું સ્પષ્ટ છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારને ટિકિટ ક્યા સમીકરણોને ધ્યાને લઇ ટિકિટ આપવામાં આવશે?
તામ્રધ્વજ સાહુએ ETV BHARATના સંવાદદાતા સાથેની કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પક્ષમાં સૌથી પહેલા ઉમેદવાર કેટલો વફાદાર રહેલો છે? ત્યારબાદ પક્ષમાં ઉમેદવાર કેટલા સમયથી કાર્યરત છે? ઉમેદવારને લઈ સ્થાનિક લોકોના પ્રતિભાવ મેળવવામાં આવી રહ્યા છે? જે તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે હાઇકમાન્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. વહેલીતકે ઉમેદવારના નામ પણ જાહેર થઈ જશે, તેવું તામ્રધ્વજે જણાવ્યું હતું.