ગુજરાત

gujarat

ETV Bharat / state

આખ્યાનકાર માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યા સાથે ETV Bharatની ખાસ વાતચીત - dharmiklal pandya

અમદાવાદઃ ચાર વેદમાં ઋગ્વેદમાં ગર્ગર શબ્દ છે. ગર્ગર એટલે ગાગર. તેના પરથી માણ શબ્દ ઉદભવ્યો છે અને માણ એટલે કે પાત્ર (ઘડો). આ માણ વગાડીને સંગીતમય આખ્યાન રજૂ કરવામાં આવે છે. 400 વર્ષ પૂર્વે પ્રેમાનંદ ભગત માણ વગાડીને આખ્યાન કરતા હતા. તે પરંપરા અનુસાર ગુજરાતના એકમાત્ર એવા 87 વર્ષીય ધાર્મિકલાલ પંડ્યાએ આ માણભટ્ટની કળાને જીવંત રાખી છે.

exclusive interview

By

Published : Aug 4, 2019, 3:56 PM IST

Updated : Aug 5, 2019, 7:29 PM IST

આજે પણ ધાર્મિકલાલ પંડ્યાના આખ્યાનમાં તેમના અવાજનો રણકો નવયુવાનને શરમાવે તેવો છે. હાલ 87 વર્ષની ઉંમરે પણ આખ્યાનનું રસપાન એટલી જ ભક્તિ અને શ્રદ્ધાથી કરે છે કે બસ તમે સાંભળ્યા જ કરો…

ધાર્મિકલાલ પંડ્યા મુળ વડોદરાના છે. તેમની માતાનું નામ શારદાબહેન અને પિતાનું નામ ચુનીલાલ ગોવિંદલાલ પંડ્યા છે. તેમનો જન્મ વડોદરામાં 11 ઓગસ્ટ 1932માં થયો હતો. ધાર્મિકલાલ પંડ્યાએ ખૂબ સંઘર્ષ વેઠીને તેમના પિતા ચુનીલાલ પંડ્યા પાસેથી આ માણભટ્ટની કળા શીખ્યા છે. તેઓ તેમના પિતાશ્રીને તેમને ગુરુ માને છે. તેમણે એવી કોઈ તાલીમ પણ મેળવી નથી. પ્રભુ કૃપાથી અને અભ્યાસથી તે માણ વગાડીને આખ્યાન તેમજ કથા કરી રહ્યા છે. ડિજિટલના યુગમાં નવયુવાનો કથા સાંભળવા આવે છે, તે જોઈને તેઓ હર્ષની લાગણી અનુભવે છે.

માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યા સાથે ETV Bharatની ખાસ વાતચીત

ધાર્મિકલાલ પંડ્યાને આખ્યાન રજૂ કરતા લાઈવ જોવા અને સાંભળવા એક લ્હાવો છે. તેઓ તાંબા અને કાંસામાંથી બનેલી ગાગર(માણ) પર આગળીઓ વડે સંગીત પ્રસ્તુત કરે છે અને સાથે તેઓ મુખે કથાનું રસપાન કરાવે છે. ત્યારે શ્રોતાગણ ભક્તિભાવ સાથે તેમાં ડૂબી જાય છે.

માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાના કહેવા પ્રમાણે માણભટ્ટની આ કળા વધુ પ્રચલીત થશે. આ કળા લુપ્ત થવાના આરે નથી. આવા આધુનિક વિચારો ધરાવતા માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાની ETV Bharat સાથે ખાસ મુલાકાત...

Last Updated : Aug 5, 2019, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details