ગુજરાત

gujarat

રાજ્યમાં 236 મુસ્લિમ ઉમેદવારો લડ્યા ચૂંટણી પણ જીત્યા માત્ર 1 ઉમેદવાર

By

Published : Dec 9, 2022, 3:53 PM IST

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022 Result) આ વખતે 236 મુસ્લિમ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવવા માટે મેદાને ઉતર્યા હતા. જોકે આ વખતે માત્ર 1 જ મુસ્લિમ ઉમેદવાર વિધાનસભા સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. તેમનું નામ છે જમાલપુર ખાડિયાના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા (Imran Khedawala Congress Candidate).

રાજ્યમાં 236 મુસ્લિમ ઉમેદવારો લડ્યા ચૂંટણી પણ જીત્યા માત્ર 1 ઉમેદવાર
રાજ્યમાં 236 મુસ્લિમ ઉમેદવારો લડ્યા ચૂંટણી પણ જીત્યા માત્ર 1 ઉમેદવાર

અમદાવાદરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022 Result) હિન્દુત્વની છબી ધરાવતી ભાજપે ઐતિહાસિક 156 બેઠકો મેળવી છે. ત્યારે આપણે વાત કરીએ ચૂંટણીના મેદાને ઉતરેલા મુસ્લિમ ઉમેદવારોની. તેમનું શું પરિણામ આવ્યું કેટલા જીત્યા ને કેટલા હાર્યા.

236 મુસ્લિમ ઉમેદવારો લડ્યા ચૂંટણી રાજ્યમાં આ વખતે પ્રથમ તબક્કામાં 152 અને બીજા તબક્કામાં 84 એમ કુલ 236 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. જોકે, અલગ અલગ પાર્ટીમાંથી ચૂંટણી (Gujarat Election 2022 Result) મેદાને ઉતરેલા આ તમામ ઉમેદવારોની હાર થઈ છે, પરંતુ અમદાવાદમાં એક મુસ્લિમ ઉમેદવારનો વિજય થયો છે. તેમનું નામ છે જમાલપુર ખાડિયા (Jamalpur Khadia Imran Khedawala) બેઠકના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા (Imran Khedawala Congress Candidate).

ખેડાવાલા એક માત્ર જીતેલા ઉમેદવારઅમદાવાદની જમાલપુર ખાડિયા બેઠક (Jamalpur Khadia Imran Khedawala) પરથી કૉંગ્રેસે ઈમરાન ખેડાવાલાને (Imran Khedawala Congress Candidate) ટિકીટ આપી હતી. તેઓ આ વખતે સતત બીજી વખત ચૂંટણી (Gujarat Election 2022 Result) જીતી ગયા છે. જ્યારે તેમની સામે ભાજપે ગત ચૂંટણીમાં હારેલા ઉમેદવાર એવા ભૂષણ ભટ્ટને જ મેદાને ઉતાર્યા હતા. આ સાથે જ ઈમરાન ખેડાવાલાએ ભાજપને બીજી વખત હાર આપી છે.

18 બેઠકો નિર્ણાયક આપને જણાવી દઈએ કે, રાજ્યની 61 બેઠકો પર મુસ્લિમ સમાજનો (Muslim Candidates defeated in Gujarat) પ્રભાવ છે. જ્યારે 18 બેઠકો નિર્ણાયક છે. રાજ્યમાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પણ આ વખતે ભાજપે બેઠકો મેળવીને સૌને ચોંકાવી દીધા છે. કૉંગ્રેસની કમિટેડ વોટબેન્ક હોવા છતાં આપે તમામ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખતા મતોનું વિભાજન થયું હતું. તેના કારણે ભાજપને ફાયદો જ ફાયદો થયો છે.

વર્ષ 2017માં 3 મુસ્લિમ ઉમેદવાર જીત્યા હતા વર્ષ 2017માં કૉંગ્રેસમાંથી 3 મુસ્લિમ ઉમેદવારો (Muslim Candidates defeated in Gujarat) જીત્યા હતા. જ્યારે આ વખતે કૉંગ્રેસે 4 મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ આપી હતી. તેમાંથી માત્ર એક જ ઉમેદવાર જીત્યા છે. બીજી તરફ અમદાવાદની દરિયાપુર અને મોરબીની વાંકાનેર બેઠક પર પણ ભાજપે જીત મેળવી છે. તો સૂરત પૂર્વમાં પણ મુસ્લિમ સમુદાયની નોંધપાત્ર વસ્તી છે, જ્યાં ભાજપે સરસાઈ મેળવી છે. ઉપરાંત વર્ષ 2002 પછી દરિયાપુર બેઠક પર ભાજપને ફરી જીતવાની તક મળી છે. આ બેઠક પરથી કૉંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ 3 ટર્મથી જીતતા આવતા હતા, પરંતુ આ વખતે દરિયાપુર બેઠક પર ભાજપના કૌશિક જૈન જીતી ગયા છે.

ભાજપે પરંપરા મુજબ મુસ્લિમ ઉમેદવારને ન આપી ટિકીટ ભાજપે આ વખતે એક પણ મુસ્લિમ ઉમેદવાર (Muslim Candidates defeated in Gujarat) ઊભો નહતો રાખ્યો. જ્યારે કૉંગ્રેસે બીજા તબક્કાની ચૂંટણીમાં 2 મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ આપી હતી. તો આમ આદમી પાર્ટીએ પણ 2 ઉમેદવારને ટિકીટ આપી હતી.જ્યારે AIMIMએ 5, BSPએ 2 અને 60 મુસ્લિમ ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત અન્ય પક્ષોમાંથી પણ 13 મુસ્લિમ ઉમેદવારો ચૂંટણીમાં (Gujarat Election 2022 Result) ઊભાં હતાં. આમ, કુલ 84 મુસ્લિમ ઉમેદવારોનું ભાવિ (Muslim candidates in Gujarat Election 2022) પણ 5મી ડીસેમ્બરે ઈવીએમમાં કેદ થઈ થશે.

ABOUT THE AUTHOR

...view details