ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડિટરની પરીક્ષા યોજાઈ, કોરોના ગાઇડલાઇનનું કરાયું પાલન - 10,000 થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગઇકાલે સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડીટરની પરીક્ષા લેવામાં આવી હતી. અમદાવાદમાં 25 થી વધુ સેન્ટર પર 10,000 થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં 11 થી 1 વાગ્યાની વચ્ચે પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે કોરોના ગાઈડલાઈન પ્રમાણે પરીક્ષા લેવામાં આવી હતી.

રાજ્યમાં ગઇકાલે સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડિટરની પરીક્ષા યોજાઈ, પેપર મીડીયમ રહ્યું
રાજ્યમાં ગઇકાલે સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડિટરની પરીક્ષા યોજાઈ, પેપર મીડીયમ રહ્યું

By

Published : Oct 11, 2021, 9:17 AM IST

  • રાજ્યમાં ગઇકાલે GPSCની પરીક્ષા યોજાઈ
  • સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડિટરની પરીક્ષા યોજાઈ
  • પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો

અમદાવાદ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગઇકાલે સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડીટરની પરીક્ષા યોજાઇ હતી. ત્યારે આ પરીક્ષાને લઈને કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે પરીક્ષામાં ઉમેદવારોને થર્મલ ગન દ્વારા ચેક કરીને તેમજ સેનેટાઇઝ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે ઉમેદવારોનું કહેવું છે કે, પરીક્ષાનું પેપર મીડીયમ રહ્યું હતું.

રાજ્યમાં ગઇકાલે સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડિટરની પરીક્ષા યોજાઈ, પેપર મીડીયમ રહ્યું

શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ

પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારો પાસેથી જાણવા મળ્યું હતું કે, પરીક્ષાનું પેપર બવ અઘરું પણ નહોતું અને સરળ પણ નહોતું. ત્યારે કોરોનાકાળમાં પરીક્ષામાં તૈયારીઓ કરવી અઘરી પડી રહી હતી કેમ કે, લાઈબ્રેરી બંધ હોવાથી પરીક્ષાની તૈયારી કરવામાં મુશ્કેલી પડતી હતી. ત્યારે હાલમાંતો અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ છે.

આ પણ વાંચો : આજની પ્રેરણા

આ પણ વાંચો : સુરતમાં પ્રથમ વખત UPSC પરીક્ષાના કેન્દ્રો ફાળવવામાં આવ્યા

ABOUT THE AUTHOR

...view details