ગુજરાત

gujarat

ETV Bharat / state

ગરમીના કારણે સરકારી પ્રાથમિક શાળાના પરીક્ષા સમયપત્રકમાં ફેરફાર - gujaratinews

અમદાવાદ: ગરમીના કારણે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા સરકાર સમક્ષ પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી હતી. જેને લઇને તમામ ડીપીઓ અને કોર્પોરેશન સ્કૂલના શાસન અધિકારીઓને પરિપત્ર જાહેર કરીને શાળાના સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ફાઈલ ફોટો

By

Published : Apr 4, 2019, 11:51 PM IST

જે મુજબ ૨૯ એપ્રિલે પૂર્ણ થનાર પરીક્ષાઓ હવે ત્રણ માર્ચે પૂરી થશે. સાથે-સાથે સમયમાં પણ ફેરફાર કરતા બપોરે ૧૨:૩૦ વાગ્યે પૂર્ણ થનારીપરીક્ષા હવે ૧૧ વાગ્યે પૂરી થશે. જુના સમયપત્રક મુજબ ૮ એપ્રિલથી ૧૫ એપ્રિલ સુધી સળંગ પરીક્ષાઓ હતી. ત્યારબાદ ચૂંટણીને લઈને થોડા દિવસની રજા આપવામાં આવી હતી. ચૂંટણી બાદ ૨૬થી ૨૯ એપ્રિલ દરમિયાન બાકી રહેલા વિષયોની પરીક્ષા ગોઠવવામાં આવી હતી. પરંતુ ગરમીને કારણે કરવામાં આવેલી માંગ બાદ હવે નવા સમયપત્રક મુજબ પરીક્ષા ૮ એપ્રિલથી ૨૦ એપ્રિલ સુધી સળંગ ચાલશે. જેમાં ધોરણ ૫થી ૮ના વિદ્યાર્થીઓની પરીક્ષા સવારે ૮ થી ૧૦ દરમિયાન લેવાશે અને ધોરણ ૬થી ૮ પરીક્ષા સવારે ૮થી ૧૧ દરમિયાન લેવાશે.

ફાઈલ ફોટો

અત્રે ઉલ્લેખનીય છે કે,પરીક્ષાના સમયમાં કરવામાં આવેલા ફેરફારને કારણે કોર્પોરેશન સ્કૂલોના શિક્ષકો તથા સરકારી શાળાના શિક્ષકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details