ગુજરાત

gujarat

ETV Bharat / state

EXAM FEVER : ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગો છો તો આ ખબર છે તમારા માટે - ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા

ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)દ્વારા અલગ અલગ કોર્ષમાં એડમિશન માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જ્યારે પ્રવેશ પ્રક્રિયા માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 10 જૂન બાદ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગો છો તો આ ખબર તમારા માટે
ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગો છો તો આ ખબર તમારા માટે

By

Published : Jun 3, 2022, 7:41 PM IST

અમદાવાદઃધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ હજુ બાકી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)દ્વારા અલગ અલગ કોર્ષમાં એડમિશન માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જ્યારે પ્રવેશ પ્રક્રિયા માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે બાદ પ્રવેશ પ્રક્રિયા માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.ગત વર્ષે કોરોનાને કારણે એડમિશન પ્રક્રિયા મોડા (Admission process in Gujarat University)શરૂ થઈ હતી ત્યારે આ વર્ષે કેસ ઘટતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઝડપથી જ એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃહવે લદ્દાખમાં પણ જોવા મળશે ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી

10 જૂન બાદ રજિસ્ટ્રેશન શરૂ -જોકે 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે પરંતુ હજુ ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું નથી. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પહેલા પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી સુચના જાહેર કરવામાં આવશે અને 10 જૂન બાદ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃલદાખની સિંધુ નદીના ઇતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના, ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ઉદાહરણરૂપ કામગીરી

એડમિશન પ્રક્રિયા કરવામાં આવશે -ત્યારે ગત વર્ષની જેમ સરકારી એજન્સી દ્વારા જ એડમિશન પ્રક્રિયા કરવામાં આવશે. એડમિશન પ્રક્રિયા માટે વિવિધ એડમિશન કમિટી તૈયાર કરવામાં આવી છે જેમાં અલગ અલગ વિભાગના ડીન અને ફેકલ્ટીને જવાબદારી સોંપવામાં આવી છે..

ABOUT THE AUTHOR

...view details