મહેન્દ્ર ચાવડાએ કહ્યું કે, પૂર્વ સરપંચ સુરેન્દર શર્માએ મારા પર હુમલો કર્યો છે, દરેક સમયે સુરક્ષામાં રહેવા છતાં પણ જો હુમલો થાય, તો તે ચિંતાનો વિષય છે. થોડા દિવસો પહેલા જ મહેન્દ્ર ચાવડાના ઘરે પણ તેમના સુરક્ષા કર્મચારીએ ઘરફોડ ચોરી કરી હતી. ત્યારબાદ ચાવડાએ સુરક્ષા વધારવાની માગણી કરી હતી. પોલીસે જણાવ્યું કે ચાવડાની ફરિયાદ મળી છે, શોધખોળ પછી આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
આસારામ કેસના મહત્વના સાક્ષી પર હરિયાણામાં જીવલેણ હુમલો, અગાઉ સુરક્ષા વધારવા કરી હતી માગ - આસારામ કેસ
હરિયાણા/પાણીપત: આસારામ કેસમાં મહેન્દ્ર ચાવડા નામના એક મહત્વના સાક્ષી પર હરિયાણાના પાણીપતમાં પૂર્વ સરંપચે જીવલેણ હુમલો કર્યો છે, તેણે હુમલો કરતો હોય તેવો વીડિયો પણ બનાવ્યો છે.
આસારામ કેસના મહત્વના સાક્ષી પર જીવલેણ હુમલો
આસારામ કેસના મહત્વના સાક્ષી મહેન્દ્ર ચાવળા પર જાનલેવા હુમલા પર પોલીસએ જણાવ્યું હતુ કે, તેની સુરક્ષામાં પાંચ પોલીસ કર્મી રાખવામાં આવ્યા છે, પણ તેમાંના બે પોલીસવાળા તરફથી આરોપીઓ વિરૂધ્ધ કેસ કરવામાં આવશે. આ પહેલા પણ મહેન્દ્ર પર ગુંડાઓએ જીવલેણ હુમલો કરી ચુક્યા છે. મહેન્દ્ર ચાવડાનો હંમેશા આરોપ રહ્યો છે કે, મારા જીવ પર ખતરો છે, અને આરોપ પણ લગાવ્યો છે કે, આશારામના અનુયાયીઓ મારા પર જીવલેણ હુમલો કરી શકે છે.
Last Updated : Nov 18, 2019, 10:38 AM IST