અમદાવાદ : પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે રાજસ્થાનમાં પોકસો અને એટ્રોસિટી સંદર્ભે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમાં ધારાસભ્ય દ્વારા જામીન માટે હાઇકોર્ટમાં જે અરજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે આ સમગ્ર મામલે હાઇકોર્ટે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને આંશિક રાહત આપી છે. ધારાસભ્યની 17 ફેબ્રુઆરી સુધી ધરપકડ પર કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે.
17 ફેબ્રુઆરી સુધીના આગોતરા જામીન મંજૂર : ગુજરાતના પૂર્વપ્રધાન અને હાલના પ્રાંતિજના ધારાસભ્ય સામે રાજસ્થાનમાં પોકસો અને એટ્રોસિટી સંદર્ભે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે સંદર્ભે તેમની ધરપકડ કરવા માટે થઈને રાજસ્થાન પોલીસ સતત પ્રયાસ કરી રહી છે. પરંતુ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા કરેલી જામીન અરજીના કારણે હજુ સુધી ગજેન્દ્રસિંહ પરમાર ધરપકડથી બચી રહ્યા છે. ત્યારે આજે હાઇકોર્ટે ધારાસભ્યના 17 ફેબ્રુઆરી સુધીના આગોતરા જામીન મંજૂર કરતા તેમને આંશિક રાહત આપવામાં આવી છે.
આ પણ વાંચો Gujarat Crime News : પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સહિત 4 સામે આબુરોડમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો
સિહોરના ડીસીપીને નોટિસ ઈસ્યુ : તો બીજી બાજુ આ સમગ્ર મામલે ધારાસભ્યએ પોલીસ તપાસમાં મદદ કરવાની બાંહેધરી પણ આપી છે. આગામી 17 ફેબ્રુઆરી સુધી ગજેન્દ્રસિંહની ધરપકડ નહીં થાય. પરંતુ તેમને તપાસના સહયોગ આપવા માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે પોલીસને વિગત જણાવવા માટે અથવા તપાસ માટે જવાની તૈયારી પણ બતાવી હતી. આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે સિહોરના ડીસીપીને નોટિસ ઈસ્યુ કરી છે.