ગુજરાત

gujarat

ETV Bharat / state

ભર ઉનાળે નર્મદા ડેમમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, છતાં પણ ગુજરાત તરસ્યું

અમદાવાદઃ ભર ઉનાળે નર્મદા ડેમમાં પાણી સ્તર સતત વધી રહ્યું છે. ગત વર્ષે ચોમાસુ પૂરું થયું ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, નબળા ચોમાસાના કારણે ગુજરાતના 51 તાલુકામાં જળસંકટ ઘેરુ બન્યું છે. ગત ૩૧ જાન્યુઆરીએ સરકારે જાહેર કર્યું કે, તેઓ 15 માર્ચથી રાજ્યના ખેડૂતોને ખેતી માટે નર્મદાના જળ આપવાનું બંધ કરશે. નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા આપવામાં આવેલ આંકડાને ધ્યાનમાં લઈએ તો માર્ચ મહિના બાદ સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે.

By

Published : Apr 26, 2019, 9:17 PM IST

narmada

તેમાં જણાવ્યા મુજબ, ત્રણ માર્ચના રોજ ડેમમાં સપાટી 115.55 એમ હતી, જે 16 એપ્રિલના રોજ વધીને 100થી 19.414 એમ થઈ હતી. હવામાન ખાતા જાહેર કર્યા મુજબ 2018નું ચોમાસુ નબળું રહ્યું છે. ૨૪ ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો હતો. આધારભૂત વર્તુળો તરફથી મળતી માહિતી મુજબ આ વર્ષે નર્મદા વહેલી ચોમાસાની શરૂઆત થશે. ત્યારે સરદાર સરોવર ડેમ 30 જૂન પહેલા ઓછામાં ઓછું 2150 મિલિયન કયુબિક મીટર પાણીનો જથ્થો મેળવશે.

નર્મદા ડેમમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે

નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન એસ.એસ. રાઠોડના જણાવ્યા મુજબ, ચોમાસાની દ્રષ્ટિએ વર્ષ સામાન્ય રહે છે. ગુજરાત વર્ષભરમાં 9 મિલિયન એકર ફીટ પાણી મેળવે છે. આ વર્ષે ચોમાસુ નબળું હતું. ગુજરાત નર્મદાના પાણી લઈને કરવામાં આવેલ આંતરરાજ્ય કરાર મુજબ પોતાના ભાગના 32% પાણી એટલે કે, સી 6.7 MMS જેટલું પાણી મેળવશે.

ABOUT THE AUTHOR

...view details