- શહેરમાં સિનેમાઘરો અનલોક થયા
- સરકારની એસ.ઓ.પી. પ્રમાણે દરેક ગાઈડલાઈનનું પાલન ફરજિયાત
- નવી ફિલ્મ ના આવે ત્યાં સુધી ગુજરાતી ફિલ્મનો શૉ ચલાવાશે
અમદાવાદઃ જિલ્લામાં સિનેમાઘરો અનલોક થયા છે પરંતુ પ્રેક્ષકોને ગેરહાજરીએ સિનેમાઘરોની રોનકને ઓછી કરી હતી. કારણ કે, કોરોનાના ડરને કારણે પ્રેક્ષકો આવ્યા ન હતા, પરંતું સિનેમાં માલિકોનું કહેવું છે કે, હજી શરૂઆત છે. ધીરે ધીરે પ્રેક્ષકો આવશે અને થિયેટરો ફરીથી ધમધમશે.
આજે અમદાવાદના વાઈડ એંગલના ડાયરેક્ટર રાકેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રેક્ષકોએ ડરવાની જરૂર નથી અને સિનેમાઘરોમાં સેનેટાઈઝેશન માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગની સરકારની એસ.ઓ.પી. પ્રમાણે દરેક ગાઈડલાઈનનું પાલન કર્યું છે સાથે જ ફિલ્મની ટિકિટ પણ ઓનલાઇન વેચી રહ્યા છે.