અમદાવાદ : ગુજરાતમાં ગુજરાત હાયર સેકન્ડરી અને સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ બાદ લોકડાઉનનો અમલ શરૂ થયો હતો. તો કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં લઈને બોર્ડની પરીક્ષાઓ જે વિદ્યાર્થીઓએ આપી હતી, તેમની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન પણ મોડા શરૂ કરવામાં આવ્યું હતું.
ધોરણ 10-12ની ઉતરવાહીઓનું મૂલ્યાંકન અંતિમ તબક્કામાં... - Evaluation of standard 10 and 12 transfers is nearing completion
ગુજરાત હાયર સેકન્ડરી અને સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ બાદ તેની પેપર ચકાસણી હાલમાં અંતિમ તબક્કામાં ચાલી રહી છે. જ્યા પણ કોરોના વાઇરસના પગલે શિક્ષકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પણે પાલન કરવામાં આવી રહ્યું છે.
![ધોરણ 10-12ની ઉતરવાહીઓનું મૂલ્યાંકન અંતિમ તબક્કામાં... ધોરણ 10 અને 12ની ઉતરવાહીઓનું મૂલ્યાંકન પૂર્ણતાના આરે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7167091-106-7167091-1589279994345.jpg)
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તે પ્રમાણે શાળાઓમાં પગલાં લઈને ઉત્તરવહીઓનું મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જેમાં જે શાળાઓના વર્ગખંડમાં શિક્ષકો ઉત્તરવહીઓનું મુલ્યાંકન કરે છે, ત્યાં એક વર્ગખંડમાં પાંચ શિક્ષકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને આ કાર્ય કરી રહ્યા છે. જે વર્ગખંડમાં શિક્ષકો ઉત્તરવાહીઓનું મૂલ્યાંકન કરી રહ્યા છે તે વર્ગખંડોને સેનિટાઈઝ કરવામાં આવે છે. શિક્ષકોને સતત હાથ સાફ કરવા સેનિટાઈઝ પણ આપવામાં આવી રહ્યું છે.