પ્રિયાંક શર્મા કે જે બોલિવુડની જાણીતી અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરીનો પુત્ર છે. જ્યારે રીવા કિશન એ ભોજપુરીના રવિ કિશનની દીકરી છે. આ ફિલ્મથી પ્રિયાંક અને રીવા બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.
"સબ કુશલ મંગલ"ની કાસ્ટ પ્રિયાંક શર્મા અને રીવા કિશન સાથે ETV ભારતની ખાસ વાતચીત - ahemdabad letest news
અમદાવાદઃ કરણ વિશ્વનાથ કશ્યપ દિગ્દર્શિત ફિલ્મ "સબ કુશલ મંગલ"ની કાસ્ટ રીવા કિશન અને પ્રિયાંક શર્માએ અમદાવાદની મુલાકાત લીધી હતી.
આ ફિલ્મની વાર્તા બિહારમાં પ્રચલિત પકદૌઆ વિવાહ પર આધારિત છે. જેમાં બિહારમાં પકદૌઆ વિવાહ પહેલા છોકરાનું અપહરણ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ઘરે લઈ જઈ લગ્ન કરવામાં આવે છે. આ ફિલ્મમાં અક્ષય ખન્નાએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. રીવા અને પ્રિયંકા આ ફિલ્મને લઇને ભારે ઉત્સુકતા જોવા મળી રહ્યાં છે.
ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતા રવિ કિશનની પુત્રી આ ફિલ્મને લઇને આશાવાદી છે.રીવા અને પ્રિયાંક જણાવે છે કે, અમે બે મહિના સુધી સાથે વર્કશોપ કરયો છે. આ ફિલ્મ 3 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.