અમદાવાદઃ સૂર્ય ચિકિત્સા પદ્ધતિથી આપણે આપણી રોગ પ્રતિકાર શક્તિ વધારી શકીએ છીએ. હા.. સૂર્યના કિરણો તો આપણને બિલકુલ મફતમાં મળે છે, તો પછી આપણે શા માટે તેનો ઉપયોગ ન કરીએ. સૂર્ય ચિકિત્સા પદ્ધતિથી આપણે કેવી રીતે ઈમ્યુનિટી વધારી શકીએ. સૂર્યના કિરણો આપને વિટામીન-ડી પુરુ પાડે છે, જેથી તમારી રોગ પ્રતિકાર શક્તિ વધે છે. પ્રાકૃતિક ચિકિત્સક ભરતભાઈ શાહ આપણને જણાવે છે કે સૂર્ય દર્શન, સૂર્ય સ્નાન(બાથ), સૂર્ય વૉક અને સૂર્ય ચાર્જ. આ ચાર પદ્ધતિ જીવનમાં અપનાવીશું તો કયારેય દવાખાને નહીં જવું પડે. ભરતભાઈ શાહ વિડીયો થકી આપણને માર્ગદર્શન આપી રહ્યા છે, આવો જોઈએ વિડીયો...
ETV BHARAT Exclusive: પ્રાકૃતિક ચિકિત્સાઃ રોગપ્રતિકારકતા માટે સૂર્ય કિરણોની ચાર થેરાપી અપનાવો - પ્રાકૃતિક ચિકિત્સક ભરતભાઈ શાહ
કોરોના મહામારીથી વિશ્વના અનેક દેશો પરેશાન છે, તેની દવા કે વેકસિન મળતી નથી. તો પછી કોરોના સામે મ્હાત કેવી રીતે મેળવાશે, કોરોના વાઈરસનો ચેપ ન લાગે તે માટે શું કરવું જોઈએ. તેનો જવાબ છે કે તમારે તમારી રોગ પ્રતિકાર શક્તિ વધારવી પડે. અને તે શક્તિ વધે છે પ્રાકૃતિ ચિકિત્સા પદ્ધતિથી. આજે આપણે સૂર્યની ચિકિત્સા પદ્ધતિ અંગે વાત કરીશું.
![ETV BHARAT Exclusive: પ્રાકૃતિક ચિકિત્સાઃ રોગપ્રતિકારકતા માટે સૂર્ય કિરણોની ચાર થેરાપી અપનાવો ો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7347829-thumbnail-3x2-sun.jpg)
ભરતભાઈ શાહનો પરિચય
ભરતભાઈ શાહ આદર્શ અમદાવાદના આદ્યસ્થાપક અને ટ્રસ્ટી હોવા ઉપરાંત જીવન સાધક છે તથા વિદ્વાન છે. તેઓ જે કહેશે તે તેમણે અમલમાં મૂકેલું છે. રોગ પ્રતિકાર શક્તિ વધારવા માટે અને શરીરને તમામ રોગથી મુક્ત રાખવા તથા સ્વસ્થ રહેવા માટે સૂર્ય ચિકિત્સા પદ્ધતિ શ્રેષ્ઠ છે.
તેઓ અમદાવાદ શહેરને આદર્શ અમદાવાદ બનાવવાની જીદ લઈને સતત 15 વર્ષથી શહેરમાં 60થી વધુ પ્રવૃતિઓ વગર પૈસે કરાવી રહ્યા છે. હજારો લોકોનાં જીવન તેમણે બદલી નાખ્યાં છે. તેમના પિતા ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમમાં રહેતા હતા. ગાંધીજીએ દાંડી કૂચ કરી ત્યારે સાબરમતી આશ્રમને સંભાળવાની જવાબદારી તેમના પિતાને સોંપી હતી. ભરતભાઈએ 55મા વર્ષે નિવૃત્તિ લઈને પોતાનું જીવન સમાજને સમર્પિત કર્યું છે. તેઓ જૈન ધર્મના મોટા વિદ્વાન છે. સમાજને સંપૂર્ણ સમર્પિત છે. તેમની પાસેથી આપણને શીખવાનું મળે એ મોટી ઉપલબ્ધિ કહેવાય. બસ તેમને આદર્શ અમદાવાદ માટે કંઈક કરવાની જ ભાવના છે. મારે અમદાવાદને આદર્શ બનાવવું છે, તેવો ભેખ ધારણ કર્યો હોય તેમ તેઓ કહે છે કે બધા જ પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિઓનો અમલ કરે અને સ્વસ્થ રહે, કોઈને દવાખાને જવું જ ન પડે. અમદાવાદે મને બહુ આપ્યું છે, તો હવે હું અમદાવાદને કંઈક આપું.