- ગોવાના મુખ્યપ્રધાન અને ગુજરાતના ગૃહ રાજય તેમજ બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ પ્રધાને કર્યું ઉદ્ઘાટન
- બિન નિવાસી ગુજરાતીઓ સાથે જીવંત સંપર્ક જાળવવા યોજાય છે કાર્યક્રમ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજવણીની શરૂઆત કરી હતી
અમદાવાદ : જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતની નેમ સાકાર કરવા ગોવાના પણજી(Panaji of Goa) ખાતે 21 નવેમ્બર રવિવારના રોજ નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડવાના આશયથી, જ્યાં બિન-નિવાસી ગુજરાતીઓની(Non-resident Gujarati) સંખ્યા વધારે હતી ત્યાં પોતાના વતનનો અહેસાસ કરાવવાનાં હેતુથી “સદાકાળ ગુજરાત” (sadakal Gujarat) કાર્યક્રમ યોજયો હતો. જેમાં ગોવાના મુખ્યપ્રધાન ડૉ. પ્રમોદ સાવંત(CM Dr. Pramod Sawant) મુખ્ય મહેમાન તરીકે અને ગુજરાતના ગૃહ રાજય અને બિન-નિવાસી ગુજરાતી હર્ષ સંઘવી(HM of Gujarat Harsh Sanghvi) સમારંભના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહી ઉદ્દઘાટન કર્યું હતું.
સમાજ સેવાલક્ષી કામગીરી કરી હોય તેવા 6 મહાનુભાવોનું સન્માન કરાયું
આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારની કામગીરીઓ,સિદ્ધિ અને અદ્યતન વિકાસ અંગેની શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા વિસ્તારના બિન-નિવાસી ગુજરાતી કે જેઓ દ્વારા ગોવા રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરી હોય, કે સમાજ સેવાલક્ષી કામગીરી કરી હોય તેવા 6 મહાનુભાવોનું ગોવા રાજ્યના મુખ્યપ્રધાન ડૉ.પ્રમોદ સાવંત અને ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષના ગૃહ હર્ષ સંઘવીના હસ્તે સન્માન(sadakal Gujarat Program) કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક બિન-નિવાસી ગુજરાતીના યુવા ભાઇ-બહેનો તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદના સેશનમાં ગુજરાત રાજ્યમાંથી આમંત્રિત કચ્છ, અમરેલી અને અમદાવાદ જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર જૂથ ચર્ચા કરવામાં આવી હતી.