અમદાવાદમાં આવશ્યક વસ્તુઓની દુકાનો ખુલી, લોકોએ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ખરીદી કરી - cororna virus case in ahemdabad
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી વધતુ જાય છે. શહેરમાં છેલ્લા એક સપ્તાહથી શાકભાજી, કરિયાણા સહિતની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યાર પછી શહેરમાં આજથી કરિયાણાની દુકાનો ફરી વખત ખોલવામાં આવી છે. જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને ખરીદી કરતા જોવા નજરે પડ્યા હતા.
essentials-shop-opened-in-ahmadabad-from-today-in-lockdown-period
અમદાવાદ: રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, તમામ દુકાનો ખુલી હોય ત્યારે સોશિયલ ડિસ્ટન્સનું મહત્વ જાણવું જરુરી છે. સવારના ૧૧ વાગ્યા સુધીમાં મહિલાઓ અને બાળકો બહાર નીકળે જેથી ક્યાંય પણ ભીડ થાય નહીં અને આ જ વાતનું પાલન કરીને લોકોએ સોશિયલ ડિસ્ટન્સ રાખીને ખરીદી કરી હતી.