પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય કેસ વધારે અમદાવાદઃસમગ્ર શહેર અત્યારે કડકડતી ઠંડીથી થથરી રહ્યું છે. ત્યારે અમદાવાદીઓ માટે એક ચિંતાના સમાચાર આવ્યા છે. કારણ કે, શહેરમાં રોગચાળામાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ પૂર્વ વિસ્તારમાં આંકડો આસમાને પહોંચી રહ્યો છે. બીજી તરફ શહેરમાં આ જાન્યુઆરી મહિનાના 21 દિવસમાં જ ટાઈફોઈડ, કમળો અને ઝાડા ઊલટીના કેસ નહિવત્ પ્રમાણમાં જોવા મળતા અમદાવાદ કોર્પોરેશન અધિકારી રાહત અનુભવી છે.
આ પણ વાંચો2021ની સરખામણીએ 2022 રોગચાળો, કોરોનાના ભય વચ્ચે એએમસી પાસે રસીનો જથ્થો ઉપલબ્ધ નથી
કોરોનાની રસી પૂરતા પ્રમાણમાંઃજોકે, આ મહિનામાં અમદાવાદમાં રોગચાળાની સંખ્યા ઓછી જોવા મળી રહી છે, પરંતુ પૂર્વના વિસ્તારોમાં પાણીજન્ય રોગ વધી રહ્યા છે. બીજી તરફ શહેરમાં કોરોનાની વેક્સિનનો જથ્થો કૉર્પોરેશન પાસે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
ડ્રેનેજન સિસ્ટમની કામગીરી ચાલુઃઆ અંગે આરોગ્ય અધિકારી ભાવિન સોલંકી જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિસ્તારમાં અને પાણીજન્ય કેસમાં ક્રમશઃ છેલ્લા 2 મહિનાથી ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમાં સૌથી વધુ પાણીજન્ય કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં લાંભા, વટવા, દાણીલીમડા અને રખિયાલ વોર્ડનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં પાણીના ડ્રેનેજ સિસ્ટમને કામગીરી પાણીની પાઇપ ચેન્જ કરવાની કામગીરી ચાલી રહી છે.
જાન્યુઆરી માસમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસઃશહેરમાં મચ્છરજન્ય કેસોમાં નહીંવત્ કેસ જોતા અધિકારીઓ રાહત અનુભવી રહ્યા છે. આ જાન્યુઆરી મહિનામાં 21 દિવસમાં સાદા મેલેરિયાના 11 કેસ, ઝેરી મેલેરિયાના 1 કેસ, ડેન્ગ્યૂના 24 કેસ, ચિકનગુનિયાના 1 કેસ નોંધાયા છે. આના કારણે કૉર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 42,878 જેટલા લોહીના સેમ્પલ તેમ જ 1,653 જેટલા સિરમના સેમ્પલ લઇને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય કેસ વધારેઃઆરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ ઉમેર્યું હતું કે, શહેરના પશ્વિમ વિસ્તાર બહેરામપુરા, દાણીલીમડા, કાલુપુર જેવા વિસ્તારમાં મચ્છરજન્ય કેસની સાથે પાણીજન્ય કેસો જોવા મળી રહ્યા છે. આ મહિનાના 21 દિવસમાં પાણીજન્ય કેસોની વાત કરીએ તો, ઝાડા ઊલટીના 221 કેસ, કમળાના 108, ટાઈફોઈડના 144 કેસ નોંધાયા છે. કૉર્પોરેશન દ્વારા બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 10,420 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. આમાંથી 23 સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 56,162 જેટલી ક્લોરિનની ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.