ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ સારંગપુર બ્રિજ પર ચુસ્ત બંદોબસ્ત, ઇમરજન્સી વાહનોને જ એન્ટ્રી - પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

શહેરમાં કોરોનાનો કહેર છે. પૂર્વ વિસ્તારમાં કોરોનાએ સમગ્ર વિસ્તારને પોતાના બાનમાં લીધો છે, ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારને જોડતો મહત્વનો સારંગપુર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. જેમાં ફક્ત ઈમરજન્સી વાહનોને જ એન્ટ્રી આપવામાં આવે છે.

સારંગપુર બ્રિજ ઇમરજન્સી વાહનોને જ એન્ટ્રી
સારંગપુર બ્રિજ ઇમરજન્સી વાહનોને જ એન્ટ્રી

By

Published : May 8, 2020, 11:42 AM IST

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારો જેવા કે ગોમતીપુર, સરસપુર, રખિયાલ, બાપુનગર, ઓઢવ, વસ્ત્રાલ, અમરાઈવાડી જેવા વિસ્તારમાં કોરોનાએ અત્યંત કહેર વરસાવ્યો છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરને લોકડાઉન સાથે શટડાઉન કરી દેવામાં આવ્યું છે. જ્યારે પૂર્વ વિસ્તારને શહેર સાથે જોડતા સારંગપુર બ્રિજ પર લોખંડી બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિને વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જ્યારે પોલિસના જવાનો ઇમરજન્સી સાથે જોડેયાલા લોકોને પણ રોકીને પૂછપરછ કરીને જ આગળ પ્રવેશ આપી રહી છે.

સારંગપુર બ્રિજ ઇમરજન્સી વાહનોને જ એન્ટ્રી

મહત્વની વાત તો એ છે કે, અમદાવાદ અને પૂર્વ અમદાવાદને જોડતા સારંગપુર બ્રિજ પાસે જ ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details