અમદાવાદ: અમદાવાદમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મિલિનાના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહ્યાં છે. આ કાર્યક્રમમાં માટે ગુજરાતના પ્રધાનોને અમુક જવાબદારીઓ સોપવામાં આવી છે, પરંતુ અમુક પ્રધાનોને કાર્યક્રમની મંજૂરી આપવામાં આવી નથી આવી. જે પ્રધાનોને આમંત્રણ નથી મળ્યા તે ઓફિસરોને કોલ કરીને પોતાના સગાસંબધીઓ માટે કાર્યક્રમ માટે પાસ માગી રહ્યા છે.
#NamasteTrump: કાર્યક્રમના પાસને લઇને ભાજપ કાર્યકરોમાં અસંતોષ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવશે. ટ્રમ્પ PM મોદી સાથે વિશ્વના સૌથી મોટા ક્રિકેટનું ઉદ્ઘાટન કરશે. નોંધનીય છે કે, અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ નામનો કાર્યક્રમ યોજાશે.
આ અંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ ઉદ્યોગપતિથી લઈને મોટા મોટા માથા વારંવાર પાસ અંગે ઈન્કવાયરી કરી રહ્યાં છે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એટલે અમે તેમને થોડી રાહ જોવાનું જ જણાવ્યું છે. હા એ સત્ય છે કે, કાર્યકર્તાઓને આવા કાર્યક્રમમાં સાથે રાખવામાં આવે તો તેમનો પાર્ટી પર વિશ્વાસ વધે, પરંતુ આ કાર્યક્રમ નેશનલ લેવલનો હોવાથી તેનું સંચાલન અમુક નિશ્ચિત પ્રધાનો જ કરી રહ્યાં છે.
ભાજપના કાર્યકરોમાં આ મુદ્દે અસંમજસની સ્થિતિ પેદા થઇ છે. આ અંગે રૂપાણી સરકાર જલ્દી સમાધાન લાવશે. ભાજપના કાર્યકરોમાં અંસતોષનો માહોલ છે.