ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં કપ્પા વેરિએન્ટની એન્ટ્રી, ગુજરાતમાં 5 કેસ નોંધાયા - Kappa variant in the state

રાજ્યમાં કોરોના વાયરસ અટકવાનું નામ નથી લઇ રહ્યો, ત્યાં ડેલ્ટા, ડેલ્ટા પ્લસ બાદ હવે રાજ્યમાં કપ્પા વેરિએન્ટની એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં હાલ કપાવાના 5 કેસ જોવા મળતા જ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.

રાજ્યમાં કપ્પા વેરિએન્ટની એન્ટ્રી, ગુજરાતમાં 5 કેસ નોંધાયા
રાજ્યમાં કપ્પા વેરિએન્ટની એન્ટ્રી, ગુજરાતમાં 5 કેસ નોંધાયા

By

Published : Jul 25, 2021, 6:53 AM IST

  • કોવિડ-19 સાથે કપ્પાએ મચાવ્યો ખળભળાટ
  • રાજ્યમાં કપ્પા વેરિયન્ટના 5 કેસ નોંધાયા
  • ગોધરામાં એક વ્યક્તિનું થયું કપ્પાથી મૃત્યુ

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો અટકવાનું નામ નથી લઈ રહ્યો, તેવામાં ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ બાદ હવે કપ્પા વેરિએન્ટની એન્ટ્રીએ દસ્તક આપી છે. ગોધરા તાલુકાના અંદરના મુવાડા ગામમાંથી ગત જૂન માસમાં એક પુરુષનું અમદાવાદ ખાતે સેમ્પલ લેવામાં આવ્યું હતું. પ્રથમ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સેમ્પલ પણ લેવાયું હતું અને 22 દિવસ બાદ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે રિપોર્ટ આવતાં પહેલાં જ દર્દીનું મૃત્યુ થયું હતું.

રાજ્યમાં કપ્પા વેરિએન્ટની એન્ટ્રી, ગુજરાતમાં 5 કેસ નોંધાયા

કપ્પા વેરિયન્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું

ગોધરામાં કપ્પા વેરિયન્ટ પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. અંદરના મુવાડા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી બારીકાઈથી શરૂ કરવામાં આવી હતી. મૃતકની અંતિમવિદ્ધિમાં જોડાયેલા તેમ જ તેમના પરિવારજનો ઉપર ડ્રેસિંગ કરી 22 લોકો ક્લોઝ કોન્ટેકટ સહિત કુલ ઉપરાંત 50 લોકોના કોરોના અંગેના સેમ્પલ મેળવ્યા હતા. 22 વ્યક્તિઓ જે ક્લોઝ કોન્ટેક્ટમાં હતા તેઓ તમામના RT-PCR ટેસ્ટ સેમ્પલ માટે લેવાયા છે. મૃતક તેમજ કપ્પા પોઝિટિવ આવેલા દર્દીને ડાયાબિટીસ તેમજ ગેંગરિનની બીમારી હતી.

આ પણ વાંચો:Variants of Corona : Delta + જેવા કોરોના વેરિયન્ટના આ રીતે થાય છે નામકરણ, વાંચો એક ક્લિકમાં...

હાલ ગુજરાતમાં કપ્પાના ટોટલ 5 કેસો નોંધાયા

હાલ ગુજરાત રાજ્યમાં કપ્પા વાઇરસના 5 કેસ જોવા મળ્યા છે. અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં માઇક્રો બાયોલોજી વિભાગે જૂન મહિનામાં પૂણેની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી ખાતે 8 શંકાસ્પદ ટેસ્ટ મોકલ્યા હતા. જેમાંથી 3 સેમ્પલમાં કપ્પા વાઇરસ જોવા મળ્યું હતો કે, અગાઉ મે મહિનામાં એક સેમ્પલમાં કપ્પા વાયરસ જોવા મળ્યો હતો. ગોધરામાં કપ્પા વાયરસથી સૌપ્રથમ મોત નોંધાયું છે. જોકે, 3 ટેસ્ટના રિપોર્ટ આવવાના હજુ બાકી છે.

કોરોનાના કપ્પા વેરિઅન્ટ(Kappa variant of Corona)નો પહેલો કિસ્સો UPના સંત કબીર નગરમાં સામે આવ્યો છે. અહીં કોરોનાના કપ્પા વેરિએન્ટથી સંક્રમિત 65 વર્ષિય દર્દીનું મોત નીપજ્યું છે. આ ધટનાએ આરોગ્ય વિભાગમાં હલચલ મચાવી છે.

ભારતમાં જોવા મળતા કોરોના વાઈરસના સ્વરૂપ બી 1.617.1 અને બી. 1.617.2ને વિશ્વ આરોગ સંસ્થા (W.H.O)એ કપ્પા અને ડેલ્ટા નામ આપ્યું છે. W.H.Oનું કહેવું છે કે, સરળતાથી ઓળખી શકાય તે માટે તેનું નામ કરણ કરવામાં આવ્યું છે.

તાજેતરમાં જ કોરોના વાઇરસના ડેલ્ટા વેરિયન્ટ (Delta Variant) અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant) ને ભારતમાં વેરિયન્ટ ઓફ કન્સર્ન (Variant of Concern) જાહેર કરવામાં આવ્યા છે. જોકે, આ બે વેરિયન્ટ સિવાય કોરોના વાઇરસના કુલ 11 વેરિયન્ટ ઓળખાયેલા છે. જે પૈકી વૈશ્વિક કક્ષાએ 4 વેરિયન્ટને વેરિયન્ટ ઓફ કન્સર્ન (VOC) જાહેર કરાયા છે. જ્યારે, 7 વેરિયન્ટ હાલમાં વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ (Variant of Interest) ની યાદીમાં છે. તો વેરિયન્ટ છે શું અને તેના નામકરણથી લઈને તમામ 11 વેરિયન્ટની તમામ માહિતી, વાંચો આ અહેવાલમાં...

ABOUT THE AUTHOR

...view details