ગુજરાત

gujarat

ETV Bharat / state

2023માં ફક્ત ઇલેક્ટ્રીક વાહનો રોડ પર દોડી શકે છે...!, GST દરમાં થયો મોટો ઘટાડો - nirmala sitaraman

નવી દિલ્હીઃ ઈલેક્ટ્રિક વાહનો પર GSTમાં ઘટાડો કરવાનો સરકારે મોટો નિર્ણય લીધો છે. GST કાઉન્સીલે પહેલી ઓગસ્ટ, 2019થી ઈલેક્ટ્રિક વાહનો પર GST દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે અને ઈવી ચાર્જર્સ પર GST 18 ટકાથી ઘટાડી 5 ટકા કર્યો છે. GST કાઉન્સીલની 36મી બેઠક પછી એક સત્તાવાર નિવેદન જાહેર કરાયું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારમનની અધ્યક્ષતામાં બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા કરાઈ હતી.

ઈલેક્ટ્રિક વાહનો પર GST 12 ટકા ઘટાડી 5 ટકા કર્યો

By

Published : Jul 27, 2019, 4:50 PM IST

ઈલેક્ટ્રિક વાહનો અને ચાર્જરનો આ મામલો ફિટમેન્ટ કમિટીની પાસે મોકલ્યો હતો. જેમાં ટેક્સમાં ઘટાડો કરવાની ભલામણ કરાઈ હતી. નાણા મંત્રાલયે ઈલેક્ટ્રિક વાહનો માટે લોન પર છૂટની જાહેરાત કરી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 5 જુલાઈએ બજેટ રજૂ કર્યું હતું, જે બજેટમાં ઈલેક્ટ્રિક ગાડીઓમાં વધારો થાય તે માટે મોટી જાહેરાત કરી હતી. ઈલેક્ટ્રિક ગાડીઓ ખરીદવા માટે લોન પર વ્યાજ 1.50 લાખથી વધુની આવકવેરામાં છૂટની જાહેરાત કરાઈ હતી. ઈલેક્ટ્રિક ગાડીઓ અને તેમાં વપરાતી બેટરી માટે ઈન્સેટિવની જાહેરાત કરી હતી. આ ઈન્સેટિવ FAME યોજના( ફાસ્ટ એડોપ્શન એન્ડ મેન્યુફેકચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ) અનુસાર મળશે.

નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાન્તની અધ્યક્ષતામાં એક કમિટીએ તબક્કાવાર રીતે ઈલેક્ટ્રિક ગાડીઓ માટે રોલઆઉટ અને બેટરી મેન્યુફેકચરિંગ ફેક્ટરીઓની સ્થાપના કરવા માટે એક નક્કર પ્લાન તૈયાર કર્યો છે. જે અનુસાર 2023માં ફક્ત ઈલેક્ટ્રિક થ્રી વ્હીલર અને 2025માં ફક્ત ઈલેક્ટ્રિક ટૂ વ્હીલર્સ(150 સીસીની ક્ષમતા) વેચાશે.

ABOUT THE AUTHOR

...view details