ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મળેલ નિર્દેશ અનુસાર કુલ 50 ઇલેક્ટ્રિક બસોને ગ્રોસ કોસ્ટ મોડેલ પર લેવામાં આવનાર છે. આ તમામ બસો કુલ 50 મુસાફરોની ક્ષમતાવાળી મીની એસી બસો છે. વધુમાં ઈલેક્ટ્રીક બસ હોવાથી અવાજના પ્રદુષણથી મુક્તિ મળે છે.
ગૃહપ્રધાન અમિત શાહે ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કર્યુ
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ભારત વર્ષમાં જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડવા અંગે કામ કરવા માટે અગ્રેસર રહ્યું છે. જેના ભાગરૂપે AMTS દ્વારા કુલ 300 અને BRTS ફુલ 255 બસો દ્વારા અંદાજે 7 થી 8 લાખ જેટલા મુસાફરો જાહેર પરિવહનની સેવાનો લાભ મેળવે છે. કેંન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 8 ઈલેક્ટ્રિક બસોનું લોકોર્પણ કર્યુ હતું. હવેથી 18 ઈલેક્ટ્રિક બસો દોડાશે. જ્યારે આગામી 2 મહિનામાં બાકીની 32 બસો આવશે.
ઓટોમેટિક ટ્રાન્સમિશન અને એર થી એસી ઈલેક્ટ્રીક બસમાં મુસાફરી આરામદાયક મળી શકશે. બસોમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેકશન એન્ડ છે. જેથી બેટરીમાં આગ લાગવાના કારણે કોઈપણ બનાવવા નિવારી શકાય તેમ જ ઓટોમેટીક સેન્સર હોવાથી દરવાજા ખુલ્લા સેવાના સંજોગોમાં બસ ચાલી શકશે નહીં. 50 બસો પૈકી 18 વર્ષોમાં પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ છે. જે ભારત પર પ્રથમવખત અમલમાં આવી રહ્યો છે. ટેકનોલોજીવાળી બસમાં એક વખત વાત કરવાથી 40 કિમી જેટલી મુસાફરી કરી શકાય વધુમાં અન્ય 32 બસોમાં ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાનના હસ્તે 8 જેટલી ઈલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.