અમદાવાદ: આજના સૌથી મોટા સમાચાર છે કે ભાજપમાં ટિકિટ ફાળવણી પછી બળવો થયો છે. મધ્યગુજરાતમાં વડોદરામાં 3 બેઠક પર ભાજપના જૂના ધારાસભ્યોએ અપક્ષમાં ચૂંટણી લડવાની તૈયારી કરી અને સત્તાવાર જાહેરાત કરી હતી. જે ડેમેજ કન્ટ્રોલ કરવા માટે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને (State Home Minister Harsh Sanghvi) તાત્કાલિક વડોદરા રવાના કરાયા હતા. હર્ષ સંઘવીને ખાનગી મીટિંગો કરીને નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે કોંગ્રેસમાં પણ કેટલાક કાર્યકરોનો અસંતોષ આવ્યો હતો, કેટલાક સમાજ દ્વારા ટિકિટની માંગ કરાઈ હતી. આમ આજે ભાજપ અને કોંગ્રેસમાં બળવાને ઠારવા માટેના સમાચાર આવ્યા હતા.
11 વચનોની લહાણી:કોંગ્રેસે આજે શનિવારે રાજસ્થાનનાં મુખ્યપ્રધાન અશોક ગેહલોતનાં (Rajasthan Chief Minister Ashok Gehlot) હસ્તે 'જન ઘોષણાપત્ર' જાહેર કરાયું છે, જેમાં મુખ્યત્વે 11 વચનોની લહાણી કરી છે.
125 બેઠકો મેળવવાનો અશોક ગેહલોતને વિશ્વાસ:અશોક ગેહલોતે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દ્વાર તૈયાર કરવામાં આવેલ 'જન ઘોષણા પત્ર' એ કોંગ્રેસનું માટે ન્યાયપત્ર છે. કૉંગ્રેસ 125 બેઠકો મેળવી ગુજરાતમાં સરકાર બનાવશે. ચૂંટણી જીત્યા પછી પણ મેનીફેસ્ટો પ્રમાણે કામ કરવું જોઈએ. ઘણી રાજકીય પાર્ટીઓ ઘોષણાપત્ર પ્રમાણે કામ કરતી નથી. પરંતુ કોંગ્રેસ પક્ષ રાહુલ ગાંધીનાં માર્ગદર્શનને અનુસરીને ગુજરાતની પ્રજાનો અભિપ્રાય લઇ ઘોષણા પત્ર જાહેર થાય અને તેના પર સંપૂર્ણપણે અમલ થાય તે સુનિશ્ચિત કરશે.
મોરબી પુલ દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસ: જન ઘોષણપત્ર માટે લગભગ 65 લાખ લોકો સાથે પ્રત્યક્ષ-પરોક્ષ, ઓનલાઇન ઓફલાઈન અભિપ્રાય લઇ આરોગ્ય, રોજગાર, મોંઘવારી સહિતના 19 જેટલા મૂળભૂત મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. ભાજપ સરકારનું ગુડ ગવર્નન્સ ક્યાં દેખાતું નથી. ગુજરાતનાં મોરબીમાં પુલ તૂટી (Morbi bridge disaster) જવાની અત્યંત દુઃખદ ઘટનાની નિષ્પક્ષ અને તટસ્થ તાપસ નિવૃત્ત કે સીટીંગ ન્યાયાધીશની દેખરેખ હેઠળ થાય એમાં ભાજપને શું વાંધો છે?
કોંગ્રેસના ૧૧ વચનો
(1) પ્રત્યેક ગુજરાતીને 10 લાખ સુધીની મફત સારવાર કરાવવાની જવાબદારી, દવાઑ વિનામૂલ્યે આપવામાં આવશે.
(2) ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ, વીજળી બિલ માફ, સામાન્ય વીજ વપરાશકારોને 300 યુનિટ સુધી વીજળી મફત.
(3) ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓમાં યુવાનોની ભરતી કરવામાં આવશે, 50 ટકા નોકરીઓ ઉપર મહિલાઓનો અધિકાર રહેશે.
(4)સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ થશે, બેરોજગાર યુવાનોને પ્રતિમાસ 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.