ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રથમ તબક્કા ચૂંટણી માટે 999 ઉમેદવારોના ફોર્મ મંજૂર, ક્યાં કેટલા ઉમેદવારે ફોર્મ ભર્યા જૂઓ

રાજ્યમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ચૂંટણી (Gujarat Assembly Election 2022) થવાની છે. ત્યારે આ બેઠકો માટે 1362 ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. તેમાંથી રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ (P Bharti Chief Electoral Officer) 999 ફોર્મ માન્ય રાખ્યા છે. તો કઈ બેઠક પર સૌથી વધુ અને કઈ બેઠક પરથી સૌથી ઓછા ફોર્મ ભરાયા છે તે અંગેની વિગતવાર માહિતી જોઈએ આ અહેવાલમાં.

પ્રથમ તબક્કા ચૂંટણી માટે 999 ઉમેદવારોના ફોર્મ મંજૂર, ક્યાં કેટલા ઉમેદવારે ફોર્મ ભર્યા જૂઓ
પ્રથમ તબક્કા ચૂંટણી માટે 999 ઉમેદવારોના ફોર્મ મંજૂર, ક્યાં કેટલા ઉમેદવારે ફોર્મ ભર્યા જૂઓ

By

Published : Nov 16, 2022, 3:51 PM IST

અમદાવાદરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્યમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન થશે. તો આ તબક્કા માટે ઉમેદવારો માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લા તારીખ 14 નવેમ્બર રાખવામાં આવી હતી. ત્યારે 89 બેઠકો માટે કુલ 1,362 ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. તેમાંથી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ (P Bharti Chief Electoral Officer) 999 ફોર્મ માન્ય રાખ્યા (First Phase Candidate Nomination Form) છે. ત્યારે કઈ બેઠક પરથી કેટલા લોકોએ ફોર્મ ભર્યા તે અંગે જોઈએ આ અહેવાલ.

ક્યાં કેટલા ફોર્મ ભરાયા જાણીએકચ્છમાં 72, સુરેન્દ્રનગરમાં 80, મોરબીમાં 50, રાજકોટમાં 81, જામનગરમાં 73, દેવભૂમિદ્વારકામાં 28, પોરબંદરમાં 27, જૂનાગઢમાં 43, ગીર સોમનાથમાં 39, અમરેલીમાં 60, ભાવનગરમાં 84, બોટાદમાં 26, નર્મદામાં 13, ભરૂચમાં 41, સુરતમાં 197, તાપીમાં 16, ડાંગમાં 7, નવસારીમાં 24 અને વલસાડમાં 38 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ રીતે સૌથી વધુ 197 ફોર્મ સુરત શહેર અને જિલ્લાની વિધાનસભા બેઠકો માટે ભરવામાં આવ્યા છે. જ્યારે સૌથી ઓછા 7 ફોર્મ ડાંગ જિલ્લામાં (First Phase Candidate Nomination Form) ભરવામાં આવ્યા છે.

કયા પક્ષના ઉમેદવારે ક્યાંથી કેટલા ફોર્મ ભર્યાકચ્છમાં 6 વિધાનસભા (Gujarat Assembly Election 2022) બેઠક માટે ભાજપના 6, કૉંગ્રેસના 6, 27 અપક્ષ ઉમેદવાર, આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) 12, બહુજન સમાજ પાર્ટીના 5, સમાજવાદી પાર્ટીના 2, પ્રજા વિજય પક્ષના 3, રાજકીય સમાજ પક્ષના 1, ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇતેહાદુલ મુસ્લિમીનના 2, રાઈટ ટૂ રિકોલ પાર્ટીના 1, સોશિયલ ડેમોક્રેટીક પાર્ટી ઑફ ઇન્ડિયાના 1, ગુજરાત સર્વ સમાજ પાર્ટીના 2, સંયુક્ત વિકાસ પાર્ટીના 2, સર્વ સમાજ પાર્ટીના 1 ગુજરાત નવનિર્માણ સેનાના 1 ઉમેદવારે ફોર્મ ભર્યું છે. જ્યારે સુરેન્દ્રનગરની 5 બેઠક માટે ભાજપના 5, કૉંગ્રેસના 5, આમ આદમી પાર્ટીના 10 અને અપક્ષના 49 ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. તો મોરબીની 3 બેઠક માટે ભાજપના 3, કૉંગ્રેસના 3, આમ આદમી પાર્ટીના 4 અને અપક્ષના 37 ઉમેદવારે ફોર્મ ભર્યું હતું.

રાજકોટ, જામનગર અને દેવભૂમિદ્વારકા રાજકોટની 8 બેઠક માટે ભાજપ-કૉંગ્રેસના 8-8, આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) 14, અપક્ષના 38 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. જામનગરની 5 બેઠક માટે ભાજપના 5, કૉંગ્રેસના 5, આમ આદમી પાર્ટીના 9, અપક્ષ 41 ઉમેદવારે ફોર્મ ભર્યા (First Phase Candidate Nomination Form) છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની 2 બેઠક માટે ભાજપ-કૉંગ્રેસના 2-2, આમ આદમી પાર્ટીના 4, અપક્ષના 12 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા.

પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીઅને ભાવનગરપોરબંદરમાં 2 બેઠક માટે ભાજપના 2, કૉંગ્રેસના 1, આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) 4, અપક્ષના 14 ઉમેદવારે ફોર્મ ભર્યુું હતું. જુનાગઢની 5 બેઠક માટે ભાજપ-કૉંગ્રેસના 5-5, આમ આદમી પાર્ટીના 10, અપક્ષના 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ગીર સોમનાથ જિલ્લાની 4 બેઠક માટે ભાજપ-કૉંગ્રેસના 4-4, આમ આદમી પાર્ટીના 6, અપક્ષના 19 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તો અમરેલીમાં 5 બેઠક માટે ભાજપ-કૉંગ્રેસના 5-5, આમ આદમી પાર્ટીના 10, અપક્ષના 24 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે ભાવનગરની 7 બેઠકો માટે ભાજપના કૉંગ્રેસના 6-6, આમ આદમી પાર્ટીના 13, અપક્ષના 38 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા.

બોટાદ, નર્મદા, ભરૂચ, સુરતની સ્થિતિ બોટાદની 2 બેઠક માટે ભાજપ-કૉંગ્રેસના 2-2, આમ આદમી પાર્ટીના 4, અપક્ષના 12 ઉમેદવેરે ફોર્મ ભર્યા હતા. તો નર્મદા જિલ્લાની 2 બેઠક માટે ભાજપ-કૉંગ્રેસના 2-2, આમ આદમી પાર્ટીના 4, અપક્ષના 3 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. જ્યારે ભરૂચની 5 બેઠક માટે ભાજપ-કૉંગ્રેસના 5-5, આમ આદમી પાર્ટીના 9, બીટીપીના 4, અપક્ષના 16 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. તો સુરતની 16 બેઠક માટે ભાજપ-કૉંગ્રેસના 16-16, આમ આદમી પાર્ટીના 31, અપક્ષના 82 ઉમેદવારે ફોર્મ ભર્યું હતું.

તાપી, ડાંગ, નવસારી અને વલસાડની સ્થિતિ તાપીની 2 બેઠક માટે ભાજપ કૉંગ્રેસના 2-2, આમ આદમી પાર્ટીના 4, અપક્ષના 5 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. જ્યારે ડાંગની 1 બેઠક માટે ભાજપ-કૉંગ્રેસે 1-1, આમ આદમી પાર્ટીએ 2 અને અપક્ષના 1 ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. ઉપરાંત નવસારીમાં 4 બેઠક માટે ભાજપ-કૉંગ્રેસે 4-4, આમ આદમી પાર્ટીના 8, અપક્ષના 3 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. વલસાડની 5 બેઠક માટે ભાજપ-કૉંગ્રેસના 5-5, આમ આદમી પાર્ટીના 8, અપક્ષના 7 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details