અમદાવાદ: સૌથી વધારે દંડ પશ્ચિમ વિસ્તારમાં કરવામાં આવ્યો છે, જેમાં માસ્ક ન પહેરનાર 155 લોકોને રૂપિયા 77,500 નો દંડ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધતું જોવા મળતા અમદાવાદનું તંત્ર સજાગ થયું છે.
અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરવા બદલ 8 એકમોને સીલ કરી 4,24,700 નો દંડ વસૂલાયો - માસ્ક ન પહેરનાર વ્યક્તિ સામે દંડ
અમદાવાદમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિ સામે દંડની રકમ 200થી વઘારીને 500 કરી દેવામાં આવી છે. ત્યારે બુધવારે કોર્પોરેશને કાર્યવાહી કરતા 560 લોકો પાસેથી રૂપિયા 2,80,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. તો બીજી તરફ ગંદકી કરતા પાનના ગલ્લા પાસેથી 4,24,700 નો દંડ વસૂલવામાં આવ્યો છે અને 8 એકમ સીલ કરવામાં આવ્યા છે.
![અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરવા બદલ 8 એકમોને સીલ કરી 4,24,700 નો દંડ વસૂલાયો જાહેરમાં ગંદકી કરવા બદલ 8 એકમો સીલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8040990-569-8040990-1594827000516.jpg)
જાહેરમાં ગંદકી કરવા બદલ 8 એકમો સીલ
એક બાજુ સુરતમાં કેસો વધી રહ્યા છે અને અમદાવાદમાં ઓછા થઈ રહ્યાં છે, ત્યારે તંત્ર ફરીથી અગાઉની જેમ ઢીલાશ વર્તીને કોઈ જોખમ લેવા માંગતી નથી. પરિણામે માસ્ક ન પહેરવા માટે દંડ વધારવામાં આવ્યો છે. હવે અમદાવાદમાં માસ્ક ન પહેરનાર પાસેથી 200 રૂપિયાને બદલે 500 રૂપિયાનો દંડ લેવામાં આવશે.
જ્યારે બીજી બાજુ જાહેરમાં થૂંકનાર પાસેથી પણ મોટો દંડ વસૂલવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પાનના ગલ્લા પાસે ગ્રાહકો થૂંકતા જોવા મળશે તો કોર્પોરેશન પાનના ગલ્લાના માલિક પાસેથી રૂપિયા 10,000નો દંડ વસુલ કરશે.