ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat High Court : શૈક્ષણિક સંસ્થાઓમાં થતા રેગિંગ મુદ્દે હાઈકોર્ટે સરકારને કર્યા આકરા સવાલ

ગુજરાત હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં થતાં રેગિંગની ઘટનાઓને લઈને સરકારને સવાલો કર્યા છે. હાઇકોર્ટે સરકારને સવાલ કર્યા હતા કે, રેગિંગની ઘટના બને તો ફરિયાદો કોને કરવાની? (ragging case in gujarat)

Gujarat High Court : શૈક્ષણિક સંસ્થાઓમાં થતા રેગિંગ મુદ્દે હાઈકોર્ટે સરકારને કર્યા આકરા સવાલ
Gujarat High Court : શૈક્ષણિક સંસ્થાઓમાં થતા રેગિંગ મુદ્દે હાઈકોર્ટે સરકારને કર્યા આકરા સવાલ

By

Published : Feb 1, 2023, 10:27 PM IST

અમદાવાદ : રાજ્યમાં મેડિકલ અને એન્જિનિયરિંગ સહિતના ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગની ઘટનાઓ વારંવાર જોવા મળતી હોય છે. શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગની ઘટનાને ધ્યાનમાં લઈને ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો જાહેર હિતની અરજી દાખલ કરી હતી. આ સમગ્ર મામલે હાઇકોર્ટમાં જે સુનાવણી હાથ ધરાઈ હતી. તેમાં ગુજરાત હાઇકોર્ટે સરકારને આવી ઘટનાઓને અંકુશિત કોણ કરે છે તેવા સવાલો પૂછ્યા હતા?

સરકારને કર્યા સવાલ : ગુજરાત હાઇકોર્ટે સરકારને સવાલ પૂછ્યા હતા કે, રેગિંગની ઘટનાઓમાં સરકારની ભૂમિકા શું હોય છે? રેગિંગની ઘટના બને તો ફરિયાદો કોને કરવાની અને આવી ઘટનાઓને અંકુશિત કોણ કરે છે? હાઇકોર્ટે આ સમગ્ર મામલે સરકારને નિર્દેશ આપ્યો છે કે જવાબ રજૂ કરો. તો આ સમગ્ર મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, ટેકનિકલ શિક્ષણ વિભાગે આ મામલે તેમનો જવાબ રજૂ કર્યો છે. જ્યારે આરોગ્ય વિભાગના કમિશનર અને હાયર એજ્યુકેશન વિભાગના કમિશનર તેનો જવાબ રજૂ કરશે.

આ પણ વાંચો :વડોદરા સુમનદીપ વિદ્યાપીઠ રેગિંગ મામલામાં એન્ટી રેગિંગ કમિટી સમક્ષ ફરિયાદ

કેસના તમામ દસ્તાવેજ કોર્ટમિત્રને : વધુમાં રજૂઆત કરી હતી કે, રેગિંગના કેસમાં યુજીસી અને એમસીઆઈની માર્ગદર્શિકા છે. તે મુજબ ફરિયાદ કરવાની હોય છે. બાદમાં જે તે શૈક્ષણિક સંસ્થાઓ તપાસ કરીને જવાબદાર સામે પગલાં લે છે. જ્યારે ટેકનિકલ શિક્ષણના સંસ્થાઓમાં યુજીસી અને એઆઈસીટીઈની માર્ગદર્શિકા મુજબ ફરિયાદ થતી હોય છે. આ સમગ્ર સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે રાજ્ય સરકાર અને રજીસ્ટ્રીને નિર્દેશ આપ્યો છે કે, આ કેસના તમામ કાગળ અને દસ્તાવેજ કોર્ટ મિત્રને સોંપવામાં આવે. મહત્વનું છે કે, આ કેસમાં કોર્ટ મિત્ર તરીકે એડવોકેટ અમિત પંચાલની નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચો :Gujarat High Court: રાજ્યની તમામ ડિસ્ટ્રિક્ટ કોર્ટને સિવિલ મેટરો ફાળવવા આપ્યો નિર્દેશ

મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના : ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાજ્યમાં બી.જે. મેડિકલ કોલેજમાં જે રેગિંગની ઘટનાઓ બની તે પ્રકાશમાં આવી હતી. જેમાં ત્રણ જવાબદાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરાવી હતી અને તેમને ત્રણ ટર્મ માટે સસ્પેન્ડ કરાયા હતા. આ સમગ્ર ઘટના સામે આવતા જ હાઇકોર્ટના જજે આ વાતને ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ મૂકી હતી, ત્યારબાદ હાઇકોર્ટ દ્વારા સુઓમોટો લેવામાં આવી હતી. આ સમગ્ર મામલે કેસની વધુ સુનાવણી 22 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details