અમદાવાદ : આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ સોમવારે વાર્ષિક આંતરપ્રિન્યોરશિપ ફેસ્ટિવલ એમ્પ્રેસરિયોનું આયોજન રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસના પ્રસંગે કર્યું હતું. આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી કરવામાં આવ્યું હતું. તેમજ અન્ય કેટલાક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. જેમાં રાજીવ ગાંધી, કો-ચેર, ફિક્કી, ગુજરાત સ્ટેટ કાઉન્સિલ અને પ્રોફેસર દીપક કુમાર પાંડે, આસિસ્ટન્ટ ડાયરેક્ટર, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ઉત્તરાખંડ સરકાર સામેલ હતા.
બે દિવસોનો કાર્યક્રમ એમ્પ્રેસરિયો ફેસ્ટિવલ 16 અને 17 જાન્યુઆરી એમ બે દિવસનો યોજાશે. જેમાં ઉદ્યોગના પીઢ આગેવાનોએ માસ્ટર ક્લાસ લેશે, સફળ સ્ટાર્ટઅપ સ્થાપકોએ સંવાદ કરશે, ચર્ચા વિચારણા કરશે અને સ્ટાર્ટઅપ એવોર્ડ એનાયત થશે. આ સમિટમાં બિગ પીચ ઇવેન્ટ પણ સામેલ હશે. જેમાં 30 સ્ટાર્ટઅપ તેમના ઉત્પાદનો અને સેવાઓ 15 રોકાણકારોની પેનલ સમક્ષ રજૂ કરશે, જેનો ઉદ્દેશ તેમની પાસેથી ફંડ મેળવવાનો છે. ચાલુ વર્ષના ફેસ્ટિવલની થીમ છે ઉદ્યોગ સાહસિકતા અને સસ્ટેઇનેબિલિટી.ઉલ્લેખનીય છે કે, બે દિવસના ફેસ્ટિવલમાં લોકપ્રિય રિયાલિટી શો શાર્ક ટેંક ઇન્ડિયામાં સ્ટાર્ટઅપ્સ સામેલ થશે.
સ્ટાર્ટઅપના સ્થાનની પ્રગતિ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કહ્યું હતું કે, ગુજરાત સક્રિય મર્જર નીતિઓ, મજબૂત સંસ્થાગત માળખું અને ખાનગી ક્ષેત્રની સતત વધતી ભાગીદારી મારફતે દેશમાં સૌથી વધુ પ્રગતિશીલ સ્ટાર્ટઅપ સ્થાનો પૈકીનું એક બનવા અગ્રેસર છે. સ્ટેન્ડ અપ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજનાઓ વર્ષ 2016માં શરૂ થઈ હતી. ત્યાર પછી અત્યાર સુધી 80,000થી વધારે સ્ટાર્ટઅપની નોંધણી થઈ છે. આશરે 100 યુનિકોર્ન અસ્તિત્વમાં આવ્યાં છે. વધારે ખુશીની બાબત એ છે કે, 48 ટકાથી વધારે સ્ટાર્ટઅપ મહિલાઓના છે.