ગુજરાત

gujarat

By

Published : Jun 15, 2020, 3:12 AM IST

Updated : Jun 15, 2020, 3:27 AM IST

ETV Bharat / state

અમદાવાદ: ભૂકંપના એક્શન વચ્ચે લોકોના રિએક્શન

ગુજરાતમાં રવિવારે રાત્રે 8થી 10 વચ્ચે બે કલાકમાં ભૂકંપના 6 આંચકા આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર ભચાઉ નજીક હતું પણ આ ભૂકંપના આંચકાનો અનુભવ અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં પણ થયો હતો.

અમદાવાદમાં ભુકંપ
અમદાવાદમાં ભુકંપ

અમદાવાદ: શહેર સહિત સમગ્ર ગુજરાતમાં રાત્રીના 8 કલાક અને 13 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપનું એપિસેન્ટર કચ્છના ભુજ ખાતે રાજકોટથી 122 કિલોમીટર ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલું હોવાનું માનવામાં આવે છે. રિક્ટર સ્કેલ પર એવરેજ 5.5 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

ભૂકંપના એક્શન વચ્ચે લોકોના રિએક્શન

અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો હાઈરાઈઝ બિલ્ડીંગ સિવાય મોટાભાગના લોકોને આ આંચકાનો અનુભવ થયો ન હતો પરંતુ ફ્લેટમાં રહેતા અને હાઇરાઇઝ બિલ્ડિંગમાં ઉપરના માળે રહેતા લોકોને ભૂકંપનો અનુભવ થતા તેઓ નીચે દોડી આવ્યા હતા. જો કે, અમદાવાદ શહેરમાં જાન-માલના નુકસાનની કોઈ ઘટના સામે નથી. આ ભૂકંપની જાણ થતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજકોટ, કચ્છ અને પાટણના કલેકટરો સાથે ફોન પર વાત કરી હતી. તેમજ તંત્રને સતર્ક રહેવા જણાવ્યું હતું.

મુખ્યપ્રધાને આ ભૂકંપથી કોઈ નુકસાન થયું હોય તો તેનો રિપોર્ટ પણ મોકલવા જણાવ્યું છે. મુખ્ય પ્રધાન દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને પણ એલર્ટ પર રહેવા જણાવી દેવામાં આવ્યું છે. કારણ કે, 2001માં ભૂકંપ આવ્યો હતો. જેને કારણે ગુજરાતમાં મોટાપાયે જાનમાલનું નુકસાન થયું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારતના વાર્ષિક પ્રજાસત્તાક દિનની સવારે ભુજ શહેર નજીક ભૂકંપ આવ્યો હતો, અને તે ઉત્તર પશ્ચિમ ભારત અને પાકિસ્તાનના કેટલાક ભાગોમાં અનુભવાયો હતો. ભૂકંપની તિવ્રતા 7.7 (રિક્ટર સ્કેલ પર 6.9) હતી. જેમાં 20,000થી વધુ લોકોના મોત થયા હતા. તેમજ 150,000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત આ ભૂકંપના કારણે હજારો લોકો ઘરવિહોણા થઈ ગયા અને 10 લાખથી વધુ ઇમારતોને નુકસાન થયું હતું.

Last Updated : Jun 15, 2020, 3:27 AM IST

ABOUT THE AUTHOR

...view details