અમદાવાદઃ ઘંધારોજગાર શરૂ કરવા માટે કોરોના વાઇરસને લઈને કેવી કાળજી રાખવી તે માટેની ગાઈડલાઈન્સ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, તે કાળજી લઇને બજારો શરૂ થઈ ગયા છે. અમદાવાદ ફૂલ બજાર પણ સંપૂર્ણ રીતે સેનિટાઈઝ કરીને શરૂ કરાયું છે. અહીં પણ ગ્રાહકો અને વેપારીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું ફરજિયાત છે.
અમદાવાદ ફૂલ બજારમાં કરમાઈ કમાણી, શહેર અનલૉક છતાં ખરીદીમાં મંદી જો કે, ફૂલબજાર ખુલ્યું હોવા છતાં અત્યારે બજારમાં મંદી જોવા મળી રહી છે. કારણ કે પહેલાંની સરખામણીમાં ફક્ત 10 ટકા ગ્રાહકો જ આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર, રાજસ્થાનની બોર્ડર બંધ હોવાથી ફૂલોની આવક પણ ઓછી છે. અત્યારે લોકલ માર્કેટમાંથી ફૂલો આવી રહ્યાં છે. ધાર્મિક સંસ્થાનોમાં ફૂલો ચડાવવાની મનાઈ હોવાથી ગ્રાહકો ફૂલોની ખરીદી કરતાં નથી.
અમદાવાદ ફૂલ બજારમાં કરમાઈ કમાણી, શહેર અનલૉક છતાં ખરીદીમાં મંદી એક સમયે તહેવારોમાં જે ગુલાબ ક્વોલિટી પ્રમાણે 200થી 300 રૂપિયે કિલો વેચાતાં હતાં. તે અત્યારે 20થી 80 રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યાં છે. વરસાદના કારણે અને હવામાનમાં સતત ફેરફારના કારણે કેટલીક જગ્યાએ ફુલોની ખેતીએ નુકસાન થયું છે. જેથી ગલગોટાની અછત સર્જાઈ છે. જે 40 રૂપિયાની કિલોની આસપાસ વેચાઇ રહ્યાં છે, એટલે કે ગુલાબ અને ગલગોટા બંને સરખા ભાવે વેચાઇ રહ્યાં છે. ડમરો 20 રૂપિયે કિલોની આસપાસ વેચાઈ રહ્યો છે.
અમદાવાદ ફૂલ બજારમાં કરમાઈ કમાણી, શહેર અનલૉક છતાં ખરીદીમાં મંદી ફૂલબજારના વેપારીઓ આશા સેવી રહ્યાં છે કે આગામી સમયમાં જ્યારે ધાર્મિક તહેવારો શરૂ થાય છે. ત્યારે આ તહેવારમાં પૂજાનું અને તેમાં ફૂલોનું અનેરું મહત્વ છે. ત્યારે વેચવાલી ખુલશે અને માર્કેટ ફરીથી ખરા અર્થમાં ધમધમી ઉઠશે.