અમદાવાદમાં ટ્રાફિકના નિયમ તોડનારાને ફરીથી ઈ-મેમો આપવામાં આવશે - ટ્રાફિકના નિયમો તોડનારને ઇ-મેમો આપવા
અમદાવાદ શહેરમાં 2 મહિના બાદ ફરી એક વાર ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવ્યા છે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ હવેથી લોકોને ઈ-મેમો પણ આપવામાં આવશે.
![અમદાવાદમાં ટ્રાફિકના નિયમ તોડનારાને ફરીથી ઈ-મેમો આપવામાં આવશે અમદાવાદમાં ફરીથી ટ્રાફિકના નિયમો તોડનારને ઇ-મેમો આપવામાં આવશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7286586-thumbnail-3x2-amd.jpg)
અમદાવાદમાં ફરીથી ટ્રાફિકના નિયમો તોડનારને ઇ-મેમો આપવામાં આવશે
અમદાવાદઃ છેલ્લા 2 મહિનાથી શહેરમાં લોકડાઉનના કારણે લોકોની અવરજવર ખૂબ જ ઓછી હોવાના કારણે પોલીસ દ્વારા કે ઈ-મેમો દ્વારા કોઈની પાસેથી દંડ વસુલવામાં આવતો ન હતો. ત્યારે હવે રસ્તાઓ ફરી ચાલુ કરાતા અને રસ્તા પર લોકોની અવરજવર વધતા ફરીથી શહેરના ટ્રાફિક સિગ્નલો ચાલુ કરાયા છે અને ઇ-મેમો ચાલુ કરવા પણ શહેર પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે.
અમદાવાદમાં ફરીથી ટ્રાફિકના નિયમો તોડનારને ઇ-મેમો આપવામાં આવશે
TAGGED:
loakdown effect in ahemdabad