લોકડાઉન-4 દરમિયાન દુકાનો ખુલતાં લોકોની અવરજવર જોવા મળી - corona virus cases in ahemdabad
રાજ્યમાં તમામ આર્થિક પ્રવૃત્તિઓ લોકડાઉન-4 દરમિયાન સવારના 8થી બપોરના 4 વાગ્યા સુધી કરી શકાશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં પણ અમુક ગાઈડલાઈનને આધારે નોકરી-ધંધા ચાલુ રાખવાની છુટછાટ આપવામાં આવી છે. ત્યારે, અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં લોકો બહાર ફરતાં નજરે પડ્યા હતા.
લોકડાઉન-4 દરમિયાન દુકાનો ખુલ્લી હોવાથી લોકોની અવરજવર જોવા મળી
અમદાવાદઃ આજથી 31મી મે સુધી દેશભરમાં લોકડાઉન 4 લાગુ છે. પણ તેમાં રાજ્ય સરકાર દ્વારા કેટલીક છુટછાટ આપવામાં આવી છે. આમ, અમદાવાદના પૂર્વ વિસ્તાર અને રાજ્યના અન્ય કન્ટેનમેન્ટ ઝોનની આશરે 50 લાખની વસતી જ લોકડાઉન હેઠળ રહે છે. બાકીના 92 ટકાથી વધુ લોકોને લોકડાઉનમાંથી મુક્તિ મળી છે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં લોકો પહેલાની જેમ જ બહાર ફરતાં નજરે પડ્યા હતા. તેમજ દુકાનો ખુલ્લી હોવાથી લોકોની અવરજવર જોવા મળી હતી.