અમદાવાદ: મિલેનિયમ પાર્સલ વાન અને દૂધની ટાંકી વેગન્સના વિવિધ રેક, દવાઓ, તબીબી કીટ, સ્થિર ખોરાક, દૂધની પાવડર અને પ્રવાહી દૂધ જેવી વિવિધ આવશ્યક ચીજવસ્તુઓની માગ મુજબ સપ્લાય કરવા ઉત્તર અને ઉત્તર પૂર્વીય પ્રદેશોમાં મોકલવામાં આવી હતી. કુલ 18,871 ગુડ્ઝ ટ્રેનોને અન્ય ઝોનલ ટ્રેનો સાથે બદલી કરવામાં આવી હતી. જેમાંથી 9427 ટ્રેનો સોંપવામાં આવી હતી. અને 9444 ટ્રેનોને પશ્ચિમ રેલ્વેના વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ તરફ લઇ જવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન જમ્બો 1255 રેક, BOXNની 658 રેક અને BTPNની 539 રેક સહિતના વિવિધ મહત્વપૂર્ણ આવક રેકોનું અનલોડિંગ પશ્ચિમ રેલ્વેના વિવિધ સ્ટેશનો પર મજૂરોની અછત હોવા છતાં, સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલવે ગુડઝ ટ્રાફિકથી 2482 કરોડની આવક મેળવી, પ્રવાસીઓને 400 કરોડનું રિફંડ આપ્યું - Western Railway refunded Rs 400 crore to passengers
22 માર્ચ, 2020થી લાગુ થયેલા સંપૂર્ણ લોકડાઉન અને વર્તમાન આંશિક લોકડાઉન દરમિયાન મુશ્કેલ પડકારો અને માનવશક્તિની અછત હોવા છતાં, પશ્ચિમ રેવલે તેની ગુડઝ ટ્રેનો દ્વારા દેશભરમાં જરૂરી સામગ્રીનું પરિવહન કરી રહી છે. પશ્ચિમ રેલ્વે દ્વારા 22 માર્ચ, 2020થી 19 જુલાઈ, 2020 સુધી ગુડ્ઝ ટ્રેનોના 9624 રેક લોડ કર્યા છે. જેના દ્વારા 2482 કરોડ રૂપિયાથી વધુની આવક પ્રાપ્ત થઈ છે. આમાં પીઓએલના 1044, ખાતરોના 1573, મીઠાના 527, અનાજના 98, સિમેન્ટના 720, કોલસાના 385, કન્ટેનરના 4617 અને સામાન્ય માલના 46 રેકો સહિત કુલ 19.51 મિલિયન ટન ભારવાળી વિવિધ ગુડઝ ટ્રેનોને ઉત્તર પૂર્વીય પ્રદેશો સહિત વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી હતી.
કોરોના વાઇરસને કારણે પશ્ચિમ રેલ્વે પર કુલ આવકનું નુકસાન 1797 કરોડ રૂપિયાથી વધુનું રહયું છે. જેમાં પરા વિસ્તાર માટે 265 કરોડ અને બિન-પરા વિસ્તાર માટે 1532 કરોડ રૂપિયાનું નુકસાન શામેલ છે. આમ છતાં, 1 માર્ચ, 2020થી 19 જુલાઈ, 2020 સુધી ટિકિટ રદ કરવાના પરિણામ સ્વરૂપ પશ્ચિમ રેલ્વેએ 398.79 કરોડ રૂપિયાના રિફંડની ખાતરી આપી છે .નોંધનીય છે કે આ રિફંડ રકમમાં એકલા મુંબઇ ડિવિઝને 190.64 કરોડ રૂપિયાથી વધુનું રિફંડ સુનિશ્ચિત કર્યું છે. અત્યાર સુધીમાં, 61.27 લાખ પ્રવાસીઓની સમગ્ર પશ્ચિમ રેલ્વે પર તેમની ટિકિટ રદ કરી છે અને તે મુજબ તેમની રિફંડની રકમ પ્રાપ્ત થઈ છે.