અમદાવાદશહેરમાં ઠંડીની સિઝન બરાબરની જામી (Winter begins in Ahmedabad) ગઈ છે. આ સાથે જ શહેરમાં રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો (Ahmedabad Epidemic increased) છે. આ મહિનામાં પ્રથમ પંદર દિવસમાં ટાઈફોઈડ, કમળો અને ઝાડા ઊલ્ટીના કેસમાં વધારો થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર (Ahmedabad Municipal Corporation) દોડતું થયું છે.
શહેરમાં રોગચાળો વધતાં કડકડતી ઠંડીમાં છૂટી ગયો તંત્રનો પસીનો - અમદાવાદમાં મચ્છરજન્ય રોગમાં વધારો
અમદાવાદમાં શિયાળાની શરૂઆત (Winter begins in Ahmedabad) થતાં જ રોગચાળામાં વધારો થયો છે. આ સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર હરકતમાં આવી ગયું (Ahmedabad Epidemic increased) છે. તંત્રએ શહેરમાં લોહીના સેમ્પલ અને ક્લોરિન ટેસ્ટની સંખ્યામાં વધારો કર્યો છે.
ડિસેમ્બર માસમાં ડેન્ગ્યૂના કેસ 100ને પારડિસેમ્બર માસના પ્રથમ પંદર દિવસમાં (Increase in mosquito borne diseases in Ahmedabad) સાદા મેલેરિયાના 16 કેસ, ઝેરી મેલેરીયાના 06 કેસ, ડેન્ગ્યુના 104 કેસ, ચિકનગુનિયાના 8 કેસ નોંધાયા છે. આના કારણે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ (Health Department AMC) દ્વારા 30,607 જેટલા લોહીના સેમ્પલ તેમ જ 1337 જેટલા સિરમના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. શહેરના 25 વિસ્તારોમાં ઓરી કેસ પણ જોવા મળી રહ્યા છે.
પાણીજન્ય કેસોમાં ધરખમ વધારોઆ સાથે જ પાણીજન્ય કેસોની (Increase in water borne diseases in Ahmedabad) સંખ્યામાં પણ વધારો થયો છે. ડિસેમ્બરના પંદર દિવસમાં પાણીજન્ય કેસોની વાત કરીએ તો, ઝાડાઊલ્ટીના 212 કેસ, કમળાના 201, ટાઈફોઈડના 230 કેસ નોંધાયા છે. કૉર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 1624 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. આમાંથી 39 સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 23,960 જેટલી ક્લોરિનની ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.