અમદાવાદઝારખંડના સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાના નિર્ણય સામે જૈન સમાજનો ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે હવે ઝારખંડના પારસનાથમાં આવેલું (Eco tourism activity at Parasnath Jharkhand) જૈન તીર્થ સ્થાન સમ્મેદ શિખર પર (Sammed Shikharji Issue) પ્રવાસન અને ઈકો ટૂરિઝમ એક્ટિવિટી (Eco tourism activity) પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ગુરૂવારે ત્રણ વર્ષ પહેલા જાહેર કરેલા આદેશને પરત લઈ લીધો છે. કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલય તરફથી ગુરૂવારે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં તમામ પ્રવાસન અને ઈકો ટૂરિઝમ એક્ટિવિટી પર પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સરકારે બનાવી કમિટી આ ઉપરાંત કેન્દ્ર સરકારે (Govenment stop Eco tourism activity at Parasnath) એક મોનિટરીંગ કમિટી પણ બનાવી છે. આ સમિતિ ઈકો સેન્સેટિવ ઝોનની (Eco Sensitive Zone) દેખરેખ રાખશે. કેન્દ્ર સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે, આ સમિતિમાં જૈન સમાજના 2 અને સ્થાનિક જનજાતિ સમાજના કાયમી રીતે સામેલ કરવામાં આવશે.
કેન્દ્રિય પ્રધાને કરી બેઠક કેન્દ્રિય પ્રધાન ભૂપેન્દ્ર યાદવે (Bhupendra yadav union minister) ગુરૂવારે દિલ્હીમાં જૈન સમાજના પ્રતિનિધીઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, જૈન સમાજને આશ્વાસન આપવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સમ્મેદ શિખર (Sammed Shikharji Issue) સહિત જૈન સમાજના તમામ ધાર્મિક સ્થળો પર તેમના અધિકારોની રક્ષા અને સંરક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે.