અમદાવાદરાજ્યમાં આજે પહેલા તબક્કાનું મતદાન (Polling vote in Jamnagar) થઈ રહ્યું છે. ત્યારે આખી ચૂંટણીમાં સૌથી વિવાદમાં રહી હોય તો તે બેઠક છે જામનગર ઉત્તરની બેઠક. આ બેઠક (Jamnagar North Seat) પરથી ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા જાડેજાને (Jamnagar BJP Candidate Rivaba Jadeja) ટિકીટ આપી છે. ત્યારે આજે વહેલી સવારે રિવાબા જાડેજાએ રાજકોટમાં મતદાન કર્યું હતું. જ્યારે તેમના સસરા અને નણંદે જામનગરમાં મતદાન કર્યું હતું. જોકે મતદાનના (Polling vote in Jamnagar) દિવસે ફરી જાડેજા પરિવારનો આંતરિક વિખવાદ સામે (Conflicts in Rivaba Ravindrasinh Jadeja Family) આવ્યો છે.
રિવાબાના સસરાનું નિવેદન આ અંગે રિવાબા જાડેજાના સસરા અનિરુદ્ધસિંહ જાડેજાએ (Ravindra Jadeja father Aniruddhsinh Jadeja) જણાવ્યું હતું કે, હું કૉંગ્રેસની સાથે છું. પાર્ટીની બાબત કૌટુંબિક બાબતથી અલગ છે. આપણે આપણી પાર્ટી સાથે રહેવું જોઈએ. વર્ષોથી તેમની સાથે રહેવું જોઈએ. તે જાણે છે કે, તે પાર્ટીનો મામલો છે, કોઈ પારિવારિક સમસ્યા નથી.
રિવાબાના નણંદનું નિવેદન બીજી તરફ રિવાબા જાડેજાનાં નણંદ નયનાબા જાડેજાએ (Naynaba Jadeja Ravindra Jadeja Sister) જણાવ્યું હતું કે, મારા ભાઈ માટે મારો પ્રેમ એવો જ રહેશે. મારાં ભાભી અત્યારે ભાજપનાં ઉમેદવાર છે. ભાભી તરીકે સારાં છે. તેમણે ઉમેર્યું હતું કે, આવું પહેલીવાર નથી થઈ રહ્યું. જામનગરમાં એવા અનેક પરિવારો છે, જેમના સભ્યો વિવિધ પક્ષો સાથે જોડાયેલા હોય. તમારી વિચારધારાથી સંતુષ્ટ રહો. તમે તમારું 100 ટકા આપો અને જે વધુ સારું હશે તે જીતશે.
રિવાબાના સસરાએ પહેલા પણ પૂત્રવધુને હરાવવા કરી હતી અપીલ આપને જણાવી દઈએ કે, મતદાન પહેલા રિવાબાના સસરાનો એક વીડિયો (Ravindra Jadeja father Aniruddhsinh Jadeja) સામે આવ્યો હતો. તેમાં તેઓ તેમનાં પૂત્રવધુ રિવાબા જાડેજાને હરાવવા માટે અને કૉંગ્રેસને મત આપવાની અપીલ કરી રહ્યા છે. બીજી તરફ જામનગર ઉત્તર બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર માટે રવિન્દ્ર જાડેજાનાં બહેન (Naynaba Jadeja Ravindra Jadeja Sister) નયનાબા જાડેજાએ પૂરજોશમાં પ્રચાર કર્યો હતો. સાથે જ તેમણે જીતવાનો પણ દાવો કર્યો હતો.