ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: દારૂના નશામાં પતિએ શરીરસુખ માણવા દબાણ કર્યુ, ના પાડતા દિવાલમાં માથા ભટકાડ્યા - Ahmedabad Crime

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ એક ઘરેલુ હિંસાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લગ્નના થોડા સમય બાદ યુવતી નો પતિ દારૂ પીવાની ટેવ ધરાવતા હોવાથી જાતીય સંબંધ બાબતે પત્ની ના પાડતા તેને શારીરિક માનસિક ત્રાસ આપી માથું દીવાલ સાથે ભટકાવી હેરાનગતિ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય અંતે આ સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં યુવતીએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Ahmedabad Crime: દારૂના નશામાં જાતીય સંબંધ રાખવાની પત્ની ના પાડતા પતિએ કરી આવી હેવાનીયત, નોંધાયો ગુનો
Ahmedabad Crime: દારૂના નશામાં જાતીય સંબંધ રાખવાની પત્ની ના પાડતા પતિએ કરી આવી હેવાનીયત, નોંધાયો ગુનો

By

Published : Apr 24, 2023, 1:18 PM IST

Updated : Apr 24, 2023, 1:50 PM IST

અમદાવાદ:સમાજમાં દીકરી અને વહુને સમાન રાખવાના સ્લોગન તો આપવામાં આવે છે. પરંતુ હકીકત તો એ છે, સમાજમાં કયારે પણ વહુને દિકરી માનવામાં આવતી નથી. શરૂઆતના સમયમાં તો મા કરતા પણ વિશેષ પ્રેમ કરવામાં આવે છે. પરતું ધીમે ધીમે માંકડને પણ આંખ આવે તેમ ઘરના લોકોનું ઓરીજનલ સ્વરૂપ સામે આવે છે. મહિલાઓ આ દુષણ સાથે હજુ જીવી રહી છે. લગ્ન પછીની હાલાત જો ખરાબ થાય છે, તો તે માવતરને પણ નથી કહી શકતી કે નથી સાસરિયામાં રહી શકતી. જેના કારણે સમાજમાં દીકરી કરતાં વહુ વધારે પીલાઈ છે. જો વહુ કઈ બોલે તો મેણાનો વરસાદ થાય છે. પહેલા કાબૂમાં રાખી હોય તો એમ કહેવાય છે. અમદાવાદમાંથી એક એવો જ બનાવ સામે આવ્યો છે.

વતનમાં લગ્ન:મૂળ અમરેલીની અને અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી 27 વર્ષીય જાનકી (નામ બદલેલ છે) એ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જાનકી ના લગ્ન તારીખ 26 ફેબ્રુઆરી 2019ના રોજ સમાજના રીત રિવાજ મુજબ વતનમાં થયા હતા. લગ્ન સમયે જાનકીના પિતા આર્થિક પરિસ્થિતિ પ્રમાણે દહેજમાં કપડાં, વાસણ, ફર્નિચર તેમજ સોના ચાંદીના દાગીના વગેરે વસ્તુઓ કરિયાવરમાં આપી હતી. જે બાદ જાનકી સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગ્નના 3 મહિના સુધી તેને સાસરિયાઓએ સારી રીતે રાખી હતી. ઘરમાં ઘરકામ બાબતે નાની-નાની વાતોમાં પતિ તેમજ સાસુ દ્વારા હેરાન કરવામાં આવતી હતી. તેમજ જાનકીનો પતિ દારૂ પીવાનો આદી હતો. જેના કારણે નશામાં શરીરસુખ માણવા માટે દબાણ કરતો હતો. જાનકી ના પાડે તો તેની સાથે મારઝૂડ કરતો હતો. જાનકીને પકડીને માથું દીવાલ સાથે ભટકાવતો હતો.

આ પણ વાંચો Ahmedabad Crime : ભાઈ બહેને મળીને વેપારીને દુષ્કર્મના કેસની ધમકી આપી 55 લાખ પડાવ્યા, બહેનની ધરપકડ

પતિનું ઉપરાણું: આવી ઘટનાઓ સમયે ઘરમાં સાસુ સસરા હાજર હતા છતાં પણ તેઓ દ્વારા પતિનું ઉપરાણું લેતા હતા. વહુને પહેલાથી કાબૂમાં રખાય તેવા મેણા ટોણા મારીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જોકે જાનકીને ઘર સંસાર રાખવો હોવાથી તે ત્રાસ સહન કરતી હતી. વર્ષ 2020માં જાનકી પરિવાર સાથે અમરેલી ખાતે સિટીમાં રહેવા આવી હતી. તે અરસામાં તેની નણંદ રિસાઈને ત્યાં રહેવા આવી હતી. તારીખ 16 ડિસેમ્બર 2021 ના રોજ સાંજના સમયે જાનકી એ પતિને પૂછ્યા વગર શાક બનાવ્યું હતું. તે બાબતે પતિએ ઉશ્કેરાઈને માથું પકડીને દિવાલ પર 10 થી 12 વખત ભટકાવ્યું હતું. માથામાં દુખાવો થતાં તેણે 181 બોલાવવાની વાત કરતા પતિ નજીક ગામમાં તાતણીયા ખાતે દવાખાને લઈ ગયો હતો. પછી સારવાર કરાવી હતી. જોકે જાનકીને માથાનો દુખાવો મટતો ન હોય અને શરીર લીલું પડતું હોવાથી તેઓએ સિટીમાં હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

આ પણ વાંચો Ahmedabad Crime: કારમાંથી ફટાકડા ફોડી યુવતીને ઈજા મામલે સગીરાના પિતા સામે નોંધાયો ગુનો

ઝઘડો કરી મારઝૂડ: તારીખ 22 જૂન 2022 ના રોજ રાતના સમયે જાનકીના પતિએ તે ચારિત્રહીન છે. તેવો આક્ષેપ કરી ઝઘડો કરી મારઝૂડ કરી હતી. જો તું પોલીસ કેસ કરીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. જે બાદ જાનકીના પતિએ તેના પિતાને ફોન કરીને દીકરીને લઈ જાઓ. નહીં તો હું ઘરમાંથી કાઢી મુકીશ. તે પ્રકારની ધમકી આપતા હતા. બીજા દિવસે જાનકી ના ભાઈ તેને લઈ જઈ સમગ્ર મામલે તેણે પતિ સાસુ સસરા અને નણંદ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Last Updated : Apr 24, 2023, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details