અમદાવાદઃ કેટલાક વિસ્તારોમાં જેમાં લોકો લૉક ડાઉનનું પાલન ન કરતાં 5 જેટલી સોસાયટીમાં માસ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. જમાલપુરના તાજપુર વિસ્તારમાં આજે એક પુરુષ કોરોના પોઝિટિવ આવતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. આ ખૂબ જ ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર હોવાથી ચેપ ફેલાવવાનો સૌથી વધુ ભય રહે છે. વળી જમાલપુરમાં કોરોનાના કેસ વધતાં અને લોકો લૉક ડાઉન વચ્ચે પણ ઘરની બહાર નીકળતાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરા વડે તેમના પર નજર રાખવામાં આવી રહી છે. જે વ્યક્તિ કામ વગર બહાર ફરતો દેખાશે તો તેંમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં જ લૉકડાઉન વચ્ચે લોકો કામ વગર બહાર વાહન લઈ બહાર રખડતાં નજરે પડતાં પોલીસ દ્વારા 6 વાહન કબજે કરવામાં આવ્યાં હતાં અને જાહેરનામા - નિયમોના ભંગ બદલ CRPCની કલમ 188 12 જેટલા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ગત સપ્તાહ દરમિયાન જમાલપુરના આસ્ટડીયામાં રહેતી 45 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત નીપજ્યું હતું.
જમાલપુર સહિત કેટલાક હોટસ્પોટ વિસ્તારોમાં પોલીસની ડ્રોન નજર - કોરોના
અમદાવાદને દેશના કોરોનાગ્રસ્ત 10 હોટસ્પોટ શહેરોની યાદીમાં સામેલ કરાયું છે ત્યારે શહેરમાં પણ કેટલાક પોકેટ વિસ્તારોને કોરોના માટે હોટસ્પોટ માનવામાં આવી રહ્યાં છે. જેના સર્વેલન્સ માટે જમાલપુર વિસ્તારમાં લોકોની અવરજવર પર ડ્રોન કેમેરા વડે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
જમાલપુર સહિત કેટલાક હોટસ્પોટ વિસ્તારોમાં પોલીસની ડ્રોન નજર
પોલીસ દ્વારા કાલપુર, દાણીલીમડા, જમાલપુર, બાપુનગર સહિતના વિસ્તારોમાં ડ્રોન કેમરા વડે નજર રાખવામાં આવી રહી છે. રાજ્યમાં 4થી એપ્રિલ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 105 કેસ નોંધાયા છે જે પૈકી અમદાવાદમાં સૌથી વધું 43 કેસ નોંધાયાં છે. કટોકટીભરી આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિસ્તારમાં આવેલી પાંચ સોસાયટીઓના 2200 જેટલા લોકોને સંપૂર્ણ ક્વોરન્ટાઇન કરાયાં છે. રાજ્યમાં હાલ સુધીમાં કોરોનાને લીધે 10 લોકોના મોત નિપજ્યાં છે.