અમદાવાદ : શહેરમાં ભારે ગરમી જોવા મળી રહી છે. આગામી દિવસમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પરંતુ ગરમીમાં બહાર તડકામાંથી આવીને લોકો ફ્રીઝનું ઠંડુ પાણી પીતા નજરે આવતા હોય છે. પરંતુ ફ્રીઝના પાણીથી શરીરમાં અનેક રોગને આમંત્રણ આપવામાં આવે છે. પરંતુ ગરમીમાં બહારથી આવીને 10 મિનિટ સુધી પાણી પીવું ના જોઈએ. ફ્રીઝનું ઠંડુ પાણી સેવન કરતા કુદરત દ્વારા આપવામા આવેલા પાણી માટલાનું પાણી પીવું જોઈએ. મતલના પાણીથી અનેક પ્રકારના રોગથી બચી શકાય છે.
ગરમીમાંથી આવીને તરત પાણી ના પીવું જોઈએ:વૈદ્ય રાજેશ ઠક્કરે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગરમીની સિઝન જોવા મળી રહી છે. ગરમીમાં બહાર 2 કે 3 કલાક બહાર ફરીને ઘરે આવીને ફ્રીઝનું પાણી પીતા હોય છે. પરંતુ ફ્રીઝનું પાણી પીવાથી આ શરીરમાં રહેલા રોગ બહાર નીકળતા હોય છે. પરંતુ તે આપણે ફ્રીઝનું પાણી તરત પીવાથી તેને પરત મોકલી દઈએ છીએ. આર્યુવેદીક ગ્રંથોમાં પણ લખેલું છે. ગરમીમાં બહારથી આવીને તરત પાણી પીવું ના જોઈએ. આ ઉપરાંત ફ્રીઝનું પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પણ કુદરત દ્વારા આપવામાં આવેલ ફ્રીઝ એટલે માટલાના પાણીનો ઉપયોગ કરવો જોઈએ. જેથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
માટલાના પાણીથી થતા ફાયદા:માટલાની વાત કરવામાં આવે તો માટલું કુદરતી ફ્રીઝ છે. માટલાના પાણી અનેક પ્રકરણ રોગ માટે ફાયદા કારક છે. માટલાના પાણીથી થતા ફાયદાની વાત કરવામાં આવે તો માટલાનું પાણી પીવાથી હદયને લગતા રોગથી બચી શકાય છે. પેટના દર્દો, કબજિયાતની સમસ્યા દૂર થાય છે. માટલાનું પાણી પીવાથી શરદી, કફ અને ગળા તકલીફ દૂર થાય છે. અસ્થમાના દર્દીઓ માટે માટલાનું પાણી આર્શીવાદ રૂપ છે. ગર્ભવતી મહિલા તેમજ નાના બાળકો માટે માટલાનું પાણી ઉપયોગી છે. પાંચતંત્રમાં સુધારો કરે છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે.