ગુજરાત

gujarat

Ahmedabad Crime News: અમદાવાદ એરપોર્ટ પરથી DRIએ 32 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કર્યું, બ્રાઝિલિયનના એક નાગરિકની ધરપકડ

By

Published : Jun 21, 2023, 9:30 PM IST

Updated : Jun 21, 2023, 9:57 PM IST

અમદાવાદ એરપોર્ટ પરથી DRIએ 32 કરોડની કિંમતનું કુલ 4.5 કિલો હેરોઇન જપ્ત કર્યું હતું. હેરોઇન સાથે બ્રાઝિલિયનના એક નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે NDPS ની એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. મુસાફરે કોકેઈનની સ્મગલિંગનો ગુનો સ્વીકારી લીધો છે.

dri-seizes-heroin-worth-32-crores-from-ahmedabad-airport-arrests-tanzanian-national
dri-seizes-heroin-worth-32-crores-from-ahmedabad-airport-arrests-tanzanian-national

અમદાવાદ:ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરોડોની કિંમતના બ્લેક કોકેઈન સાથે એક વિદેશી નાગરિક ઝડપાયો છે. DRI ને મળેલી બાતમીના આધારે વિદેશથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરેલા બ્રાઝિલિયન યુવક પાસેથી 32 કરોડ રૂપિયાની કિંમતનો 3.22 કિલો બ્લેક કોકેઈન કબ્જે કરવામાં આવ્યો છે. આ મામલે બ્રાઝિલિયન યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

કોકેઈનની સ્મગલિંગનો પ્રયાસ: ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ને દ્વારા સત્તાવાર બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ DRI ને માહિતી મળી હતી કે એક બ્રાઝિલિયન યુવક સાઉ પોલો એરપોર્ટથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કોકેઈનની સ્મગલિંગનો પ્રયાસ કરી રહ્યો છે. આ સમગ્ર મામલે DRI એ બાતમીના આધારે તપાસ કરીને ટુરિસ્ટ વિઝા પર અમદાવાદ એરપોર્ટ પહોંચેલા મુસાફરને રોકીને તપાસ કરી હતી. તેની પાસેની બેગમાં કે અન્ય લગેજમાં કોકેઈન મળી આવ્યું ન હતું. વિદેશી યુવકની બેગ અને અન્ય વસ્તુઓ તપાસ કરતા તેમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી ન હતી.

32 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત:જોકે DRI ના અધિકારીઓને તેની બેગ જોતા શંકા ગઈ હતી કે કારણ કે તેનું તળિયું અને ઉપરનો ભાગ ઉપસેલો અને અલગ લાગતો હતો. જેથી તપાસ કરતા તેમાંથી આ કોકેઈનનો જથ્થો મળી આવ્યો છે. આ મામલે DRI એ કોકેઈન કબજે કરીને તેને ફોરેન્સિક લેબમાં મોકલ્યો હતો. આ મામલે 3.22 કિલો વજનનું બ્લેક કોકેઈન જપ્ત કર્યું હતું. આ મામલે NDPS ની એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. મુસાફરે કોકેઈનની સ્મગલિંગનો ગુનો સ્વીકારી લીધો છે.

શું છે બ્લેક કોકેઈન?:બ્લેક કોકેઈન બનાવવામાં આવેલું ડ્રગ્સ છે. જેમાં કોકેઈનને ચારકોલ અને અન્ય કેમિકલ્સ સાથે મિક્સ કરીને તૈયાર કરાય છે. ડ્રગ્સની હેરાફેરીની આ નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી છે. હાલ તો આ મામલે DRI એ મુસાફરને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે.

  1. Surat SOG: બોગસ ડોક્યુમેન્ટના આધારે બાંગ્લાદેશીઓને ભારતીય નાગરિક બનાવનાર 5 લોકોની ધરપકડ
  2. Maharashtra News : ચિલ્ડ્રન હોમની આડમાં બાળકો વેચતી સંસ્થાનો પર્દાફાશ, બેની ધરપકડ
Last Updated : Jun 21, 2023, 9:57 PM IST

ABOUT THE AUTHOR

...view details