અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઈ.સ.1990 ડૉ. એચ. એલ. ત્રિવેદી કિડની હોસ્પિટલની શરૂઆત કરી હતી. ડોક્ટર ત્રિવેદીએ વિશ્વમાં અનેક લોકોની કિડની સફળ રીતે ટ્રાન્સપ્લાન્ટ કર્યુ છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી એચ.એલ.ત્રિવેદીની તબિયત ખરાબ હોવાથી તેમની સારવાર ચાલી રહી હતી. ત્યારે તેમની તબિયત વધુ લથડતા સિવિલ હોસ્પિટલના કિડની વિભાગમાં જ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
વિશ્વના કિડની ટ્રાન્સપ્લાન્ટ એક્સપર્ટ ડૉ. એચ. એલ. ત્રિવેદીની તબિયત લથડતા વેન્ટિલેટર પર રખાયા
અમદાવાદ: વિશ્વના જાણીતા ડોક્ટર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનારા ડૉ. એચ. એલ. ત્રિવેદીની તબિયત ખરાબ છે. સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલની સ્થાપના પણ એચ. એલ. ત્રિવેદીએ જ કરી હતી. પરંતુ 90 વર્ષની ઉંમરે તબિયત વધુ લથડતા ડોક્ટરે એચ. એલ. ત્રિવેદીને કિડની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
AHD
હાલ ડૉ. ત્રિવેદીની સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટર દ્વારા તેમની સારવાર ચાલી રહી છે. ડોકટર ત્રિવેદીને ઉંમરના કારણે મગજના જ્ઞાન તંતુ સુકાઈ ગયા છે તથા તેમને લીવરની પણ તકલીફ છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તેમની પત્ની પણ તેમની સાથે જ છે.