4 વર્ષ સુધી વિના મંજૂરીએ ચાલનારી DPS શાળા માટે જવાબદાર કોણ: મનીષ દોષી - હાથીજણની ડીપીએસ સ્કૂલ
અમદાવાદઃ શહેરના હાથીજણની ડીપીએસ સ્કૂલના વિવાદને પગલે રાજ્ય સરકારે એનઓસી આપી ન હતી અને ખોટી એનઓસી બનાવી ડીપીએસના સંચાલકોએ સીબીએસઈ બોર્ડ પાસે માન્યતા મેળવી લીધી હતી. એ જ રાજ્ય સરકારના જિલ્લા પ્રાયમરી એજ્યુકેશન ઓફિસરે 2012માં ધોરણ 1થી 8ની પરવાનગી આપી હોવાનું સામે આવ્યું છે. તે સમયના તત્કાલિન ડીપીઈઓ એમએમ જાનીએ સ્કૂલને આપેલી પરવાનગીને લઈ તેમની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.
![4 વર્ષ સુધી વિના મંજૂરીએ ચાલનારી DPS શાળા માટે જવાબદાર કોણ: મનીષ દોષી ચાર વર્ષ સુધી વિના મંજૂરીએ ચાલતી રહી DPS શાળા તેનો જવાબદાર કોણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5395445-thumbnail-3x2-manish.jpg)
ચાર વર્ષ સુધી વિના મંજૂરીએ ચાલતી રહી DPS શાળા તેનો જવાબદાર કોણ
મહત્વનું છે કે CBSE બોર્ડની પરવાનગી માટે ખોટો દસ્તાવેજ બનાવી તેના પર સહી કરનાર અનિતા દુઆ સામે શિક્ષણ વિભાગે FIR કરી છે. શુ તત્કાલીન DPEO એમ.એમ.જાની પર DPS સ્કૂલને પરવાનગી આપવાનું કોઈ દબાણ હતું? DPS સ્કૂલ દ્વારા અગાઉ માગવામાં આવેલી પરવાનગી વર્ષ 2008માં રદ થઈ હોવા છતાં 2012માં ફરી કેમ પરવાનગી અપાઈ? 2008માં DPEO, શિક્ષણ નિયામક અને હાઇકોર્ટ દ્વારા શાળાને ન હતી અપાઈ પરવાનગી તો એવું શું થયું કે DPS ને વર્ષ 2012માં તત્કાલીન DPEO એમ.એમ.જાની એ પરવાનગી આપી. તેવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યાં છે.
ચાર વર્ષ સુધી વિના મંજૂરીએ ચાલતી રહી DPS શાળા તેનો જવાબદાર કોણ